પેલ-સ્ટેડલરને કર્યા પરાજિત
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના સ્ટાર ખેલાડી રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જોડીએ ગઈકાલે વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટના પુરુષ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બોપન્ના-એબ્ડેનની જોડીએ આ શાનદાર મેચમાં નેધરલેંડના ડેવિડ પેલ અને અમેરિકાના રેસી સ્ટેડલરની જોડીને હરાવ્યા હતા.
- Advertisement -
બોપન્ના અને એબ્ડેનની છઠ્ઠી ક્રમાંકિત જોડીએ તેમની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પેલ અને સ્ટેડલરની બિનક્રમાંકિત જોડીને 7-5, 4-6, 7-6થી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના અને એબ્ડેનનો મુકાબલો ડચ જોડી ટેલોન ગ્રીક્સપૂઅર અને બાર્ટ સ્ટીવેન્સ સામે થશે. બીજા રાઉન્ડની અન્ય એક મેચમાં આ જોડીએ બ્રાઝિલના માર્સેલો મેલો અને ઓસ્ટ્રેલિયાના જોન પીયર્સની જોડીને સીધા સેટમાં 7-5, 6-4થી હરાવ્યો હતો. આ પહેલા બોપન્ના અને એબ્ડેને સોમવારે જેકબ ફર્નલે અને જોહાનસની બ્રિટિશ જોડીને હરાવી હતી. બોપન્નાએ એબ્ડેન સાથે મળીને ઈન્ડિયન વેલ્સ જીતી હતી.