ખાસ-ખબર સંવાદદાતા
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલર જોયા પછી તે આલિયાની જ એક ફિલ્મ ’ટૂ સ્ટેટ્સ’ પરથી પ્રેરિત હોવાનું લાગતું હતું પરંતુ હવે થયેલા ખુલાસા મુજબ આ ફિલ્મ વાસ્તવમાં તમિલ ફિલ્મ ’સંતોષ સુબ્રમણ્યમ’ની બેઠી નકલ છે.
કરણ જોહર બહુ લાંબા અરસા બાદ કોઈ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. પરંતુ, તેણે દિગ્દર્શક તરીકે પોતાના પુનરાગમન માટે તમિલ ફિલ્મની તફંડચી જ પસંદ કરી હોવાનું બહાર આવતાં ચાહકો નારાજ થયા છે. જેનિલાયા ડિસોઝા અને જયમ રવિએ મૂળ તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું. બંને ફિલ્મોની વાર્તાઓ એકસરખી જ છે. આ વાત બહાર આવતાં લોકોએ સોશિયલ મીડિયા પર ઝાટકણી કાઢતાં લખ્યું હતું કે બોલીવૂડ પાસે હવે કશું ઓરિજિનલ બચ્યું જ નથી.
- Advertisement -
સાઉથની વધુ એક ફિલ્મની રિમેક દર્શકોના માથે મારવામાં આવી રહી છે. કેટલાક દર્શકોએ લખ્યું હતું કે કરણ જોહર મૂળ સાઉથ ફિલ્મમાંથી વેઠ જ ઉતારશે એ નક્કી છે.