-ઈઝરાયેલ-હમાસ જંગ 11માં દિવસે ભીષણ યુદ્ધમાં વધુ 254ના મોત
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે ખતરનાક થઈ રહ્યું છે. તેનો અંદાજ એ વાતથી આવે છે કે ઈઝરાયેલની મુલાકાતે પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રી બ્લીંકન અને ઈઝરાયેલના પીએમ નેતાન યાહુ વચ્ચે તેલઅવીવમાં રક્ષા મંત્રાલયના એક કમાન્ડ સેન્ટરમાં બેઠક ચાલી રહી હતી
- Advertisement -
ત્યારે રોકેટ હુમલાની સાયરન વાગતા આ બન્ને મહાનુભાવ નેતાઓએ બેઠક છોડીને ભાગવું પડયું હતું અને કેટલોક સમય બંકરમાં છુપાઈ રહેવું પડયું હતું. રોકેટ હુમલાથી બચવા આ બન્ને નેતાઓએ બંકરમાં છુપાઈ જવું પડયું હતું. અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નેતાન યાહુ અને યુદ્ધ કેબીનેટ સાથે સચીવની બેઠક દરમિયાન હવાઈ હુમલા દરમિયાન સાયરન વાગી ત્યારે આ બનાવ બન્યો હતો.