ઇઝરાયલ-હમાસ યુદ્ધના કારણે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન આ દિવસોમાં આરબ દેશોની મુલાકાતે છે. આ સમય દરમિયાન, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા કથિત રીતે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનું ‘અપમાન’ કરવાના સમાચાર આવ્યા છે.
હકીકતમાં, સાઉદી અરેબિયા પહોંચેલા એન્ટોની બ્લિંકનને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા મીટિંગ માટે ઘણા કલાકો સુધી રાહ જોવી પડી હતી. એટલું જ નહીં, તેમને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી પણ, મોહમ્મદ બિલ સલમાન એન્ટની બ્લિંકનને મળ્યા ન હતા અને બીજા દિવસે બંને નેતાઓ મળ્યા હતા. મીડિયા રિપોટર્સ અનુસાર અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન શનિવારે રિયાધ પહોંચ્યા હતા. રિયાદ પહોંચ્યા બાદ સાંજે બ્લિંકન અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે મુલાકાત થવાની હતી, પરંતુ ઘણા કલાકો સુધી રાહ જોયા પછી પણ મોહમ્મદ બિન સલમાન શનિવારે એન્ટની બ્લિંકનને મળ્યા ન હતા. આ પછી રવિવારે સવારે બંને નેતાઓની મુલાકાત થઈ હતી. જો કે, મોહમ્મદ બિન સલમાન શનિવારે મીટિંગમાં સામેલ ન થવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
- Advertisement -
બેઠક બાદ પણ બંને દેશોના નિવેદનોમાં તફાવત જોવા મળ્યો હતો. વાસ્તવમાં મીડિયા સાથે વાત કરતા એન્ટની બ્લિંકને કહ્યું કે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે તેમની વાતચીત ઘણી સારી રહી. તેમણે કહ્યું કે ઇઝરાયેલને તેના નાગરિકોની સુરક્ષા કરવાનો અને તેમના પર હુમલાનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. બ્લિંકને એમ પણ કહ્યું હતું કે આ સંઘર્ષ વધુ ન વધે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. સાઉદી અરેબિયાના મીડિયા અનુસાર, મીટિંગ દરમિયાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કહ્યું કે વર્તમાન સંઘર્ષ બંધ થવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જોઈએ.સાઉદી અરેબિયાએ ઈઝરાયેલ ગાઝામાં વીજળી અને પાણીનો પુરવઠો ફરી શરૂ કરવાની વાત પણ કરી હતી. સાઉદી અરેબિયાએ પણ ઈઝરાયેલની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી.