રાજ્યભરમાંથી જોડાયેલાં તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ આયોજીત અને જૂનાગઢ જીલ્લા યુવા કચેરી સંચાલિત એડવેન્ચર કોર્સ (સામાન્ય) તા.24 થી 30 દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો.જેમાં વિવિધ જીલ્લાના ભાઈઓ અને બહેનો એ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી હતી.જેમાં અંબર વિષ્ણુ, પ્રદીપકુમાર રાજસ્થાન, કમલેશ રાવત જામખંભાળિયા, જાગૃતિ ચાવડા ભાવનગર, શૈલેશ બાલસ માળિયા હાટીના એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી અને કે.પી.રાજપૂત અમદાવાદ એ કોર્ષ ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી.
- Advertisement -
પૂર્ણાહુતી કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા, કે.પી.રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, જીગ્નેશભાઈ ચાવડા વ્યાયામ શિક્ષક તથા માનદ ઇન્સ્ટ્રક્ટરઓના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી માનદ ઇન્સ્ટ્રક્ટર કમ્લેશ રાવતે આપી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા દ્વારા કેમ્પ ના બાળકોને જણાવ્યુ હતુ કે આવી પ્રવૃતિ કરવાથી સાહસિકતા તથા નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે તથા આવી સાહસિક પ્રવૃતિ કરવાથી માનસિક મનોબળ મજબુત થાય છે. શિબિરાર્થીઓ કેમ્પના અનુભવો વિશે તેમના અભિપ્રાય વ્યક્ત કરેલ હતો કે, કેમ્પમાં નવા મિત્રો બન્યા, તેઓને ખુબ આનંદ આવ્યો, પ્રકૃતિમાં રહેવાનો લાહવો જ કંઇક અલગ હતો તેવું જણાવ્યું, કાર્યક્રમના અંતે આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમાર કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન કેમ્પના શિબીરાર્થીઓ રાવલ વીર અને વઘાસીયા હેત્શ્વીનીએ કર્યું હતું.