અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 5 જેટલા લોકો દટાયા હતા..
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 4થી 5 લોકો દટાયા હતા. જે પૈકી બે મહિલા સહિત ત્રણ લોકોનું રેસ્કયૂ કરાયૂ હતું. હાલ આ ઘટનામાં એકનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાજ ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન ફાયર બ્રિગેડની ટીમને એક મહિલા અને એક પુરુષ સહિત ત્રણનું રેસ્કયૂ કરવામાં સફળતા હાથ લાગી હતી.
બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યુ હતું
- Advertisement -
આ ઘટના બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન ઘટી હતી. શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન ભેખડ ધસી પડી, ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી ત્રણ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયુ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી દરમિયાન ઘટના બની હતી. ફાયરબ્રિગેડ દ્વારા મહિલા અને પુરુષનું કર્યુ રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.