તેમણે કહ્યું કે, હાલ તેઓ લોકોની સેવા કરી રહ્યા છે, જે સ્થળેથી ઉતરીશ ત્યાં પરિવર્તન આવશે
દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ગુમાવેલી જમીન પાછી મેળવવાના પ્રયાસમાં લાગેલી છે, તો પ્રિયંકા ગાંધીની સક્રિયતા અન્ય પાર્ટીઓને પરેશાન પણ કરી રહી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડેરાના પતિ રોબર્ટ વાડેરા એ 2024 લોકસભા ચૂંટણી પર પોતાનો મત રજૂ કરતા કહ્યું કે, લોકો તેમની પાસે મુરાદાબાદ કે ઉત્તર પ્રદેશના કોઈ શહેરમાંથી લોકસભા ચૂંટણી લડવાની આશા રાખી રહ્યા છે. હકીકતમાં, એ વાતમાં કોઈ શંકા નથી કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીની સાથે-સાથે કોંગ્રેસ 2024ની ચૂંટણીને લઈને પણ પોતાની તૈયારી કરી રહી છે. તો, ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરમાં 18 એપ્રિલ, 1969એ રોબર્ટ વાડેરાનો જન્મ થયો હતો.
રોબર્ડ વાડેરાએ 2024ની ચૂંટણીને લઈને કહ્યું કે, ’મારી પાસે બધા આશા રાખી રહ્યા છે કે મુરાદાબાદ કે ઉત્તર પ્રદેશના કોઈ શહેરને પસંદ કરી રાજકીય રીતે બહાર નીકળું અને પાર્લામેન્ટમાં જાઉં, જોકે હજુ જોઈએ કે હું 2024ની ચૂંટણીમાં ભાગ લઈશ કે નહીં, હાલ હું દરરોજ લોકોની સેવા કરી રહ્યો છું.’
- Advertisement -
ગૌતમ અદાણીના પત્ની રાજ્યસભાની ચૂંટણીમાં ઝુકાવશે

રાજકીય અને બિઝનેસ વર્તુળોમાં એક એવી ચર્ચા જોર પકડી રહી છે કે અદાણી ગ્રુપના ગૌતમ અદાણીના પત્ની પ્રીતીબેન આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સાંસદ બની શકે છે. આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી તેનું નામ નોમિનેટ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીયછે કે હાલ રિલાયન્સના પરિમલ નથવાણી વાયએસઆર કોંગ્રેસના સાંસદ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીએ પ્રીતીબેનનું નામ સૂચવ્યું હોવાની ચર્ચા છે.


