કૉંગ્રેસ પરિવારના જમાઈની મુશ્કેલી વધશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દાવો કર્યો છે કે, તેમણે ગેરકાયદેસર રીતે 58 કરોડ રૂપિયા કમાયા હતા.આ રકમ બે કંપનીઓ દ્વારા આવી હતી. EDનું કહેવું છે કે, વાડ્રાએ આ પૈસાનો ઉપયોગ મિલકતો ખરીદવા, રોકાણ કરવા અને તેમની કંપનીઓની લોન ચૂકવવા માટે કર્યો હતો. ઊઉના જણાવ્યા અનુસાર, કથિત 58 કરોડ રૂપિયામાંથી 5 કરોડ રૂપિયા બ્લુ બ્રિઝ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ (BBTPL) દ્વારા અને 53 કરોડ રૂપિયા સ્કાય લાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ (BBTPL) દ્વારા આવ્યા હતા.
બંને કંપનીઓ વાડ્રાના બિઝનેસ નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, આ રકમ શેડ્યૂલ ક્રાઇમમાંથી, એટલે કે, એક એવા સ્ત્રોતમાંથી ઉત્પન્ન થઈ હતી જેને પહેલાથી જ ગુનો જાહેર કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે, વાડ્રાએ આ રકમનો ઉપયોગ ઘણી રીતે કર્યો હતો. આમાં રિયલ એસ્ટેટ ખરીદવા, વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા, કંપનીઓને લોન આપવા અને ગ્રુપ કંપનીઓના બાકી લેણાં ચૂકવવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.ઊઉનું કહેવું છે કે, આ બધી પ્રવૃત્તિઓ કથિત રીતે ગેરકાયદેસર કમાણીમાંથી કરવામાં આવી હતી, જેને મની લોન્ડરિંગ હેઠળ ગુનો ગણવામાં આવે છે.
ED એ તપાસમાં પુરાવા કેવી રીતે એકત્રિત કર્યા ?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન, બેંક વ્યવહારો, કંપનીના રેકોર્ડ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આ નાણાકીય પ્રવાહને ટ્રેક કરવામાં આવ્યો હતો. ઊઉએ એમ પણ જણાવ્યું હતું કે જે કંપનીઓ દ્વારા પૈસા આવ્યા હતા તે વાડ્રાના નજીકના સહયોગીઓ દ્વારા સંચાલિત હતી. એજન્સી કહે છે કે આ ચેનલોનો ઉપયોગ પૈસાને કાનૂની સ્વરૂપ આપવા માટે કરવામાં આવતો હતો. ED એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, અને હવે તેની સુનાવણી થશે. જો કોર્ટ આરોપો નક્કી કરે છે, તો વાડ્રાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) હેઠળ સજાનો સામનો કરવો પડી શકે છે. હાલમાં, વાડ્રાએ આ આરોપો પર જાહેરમાં કોઈ વિગતવાર પ્રતિભાવ આપ્યો નથી.