કરોડોના ખર્ચ તૈયાર થયેલા રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં: અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ?
હાઇવે પરની સેફ્ટી બેરીકેટ પણ તુટેલી હાલતમાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ- ભાવનગર હાઇવે પર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. વરસાદ વરસતાની સાથે જ તંત્રની નબળી કામગીરી સામે આવી જતી હોય છે. ત્યારે ભાવનગર હાઇવે ઠેર- ઠેર ખાડાઓ પડતાં રાહદારીઓને ત્યાંથી નીકળવું મુશઅકેલ બની ગયું છે. ખાસ કરીને હાઇવે પર દરરોજના લાખો વાહનો પસાર થતાં હોય છે. કરોડોના ટેન્ડરો રસ્તાઓ માટે મંજુર કરવામાં આવતા હોય છે. કોન્ટ્રાક્ટરો સહિત મળતીયાઓ દ્વારા રોડ બનાવવામાં લોટ-પાણી અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતા હોય છે. આમ તંત્રની પોલ વરસાદમાં જ છતી થઇ જતી હોય છે.
ભાવનગર હાઇવેની સાઇડમાં સેફ્ટી લાઇમ પણ તૂટી જવા પામી છે. સાથે જ બાજુમાં એટલી હદે મોટો ખાડો પડયો છે ત્યારે અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે. તો શું સરકારી બાબુઓને આ રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓ, તુટેલી સેફ્ટી લાઇન, નજરમાં શા માટે આવતી નથી? કે પછી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેવા પ્રશ્ર્નો લોકોમાં ઉઠી રહ્યા છે.
- Advertisement -
રાજકોટ- ભાવનગર રોડ અનેક નાના-મોટા વાહનો આ રસ્તા પરથી પસાર થતા હોય છે. ત્યારે સાઇડના તુટેલી સેફ્ટી લાઇન અને ખાડાઓમાં એક ભુલના કારણે વાહનો ગરકાવ થઇ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ માત્ર ભાવનગર હાઇવે નહીં પરંતુ અનેક હાઇવે પર જોવા મળતી હોય છે. જેના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠે છે. વધુમાં વખતોવખત ખરાબ રસ્તાઓના કારણે અકસ્માત થવાના બનાવો પણ બન્યા છે. ત્યારે આ મસમોટા ખાડાઓ ક્યારે બુરાશે અને આ પ્રશ્ર્નનો અંત ક્યારે આવશે? તેવી લોકોમાં માંગ ઉઠી છે.