રાજકોટ મનપાના વાંકે ભંગાર રસ્તા અને પોલીસના વાંકે ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવારૂપ
પ્રજાના પ્રશ્ર્નો ઉકેલવાના નામ પર ઓફિસમાં બેઠા બેઠા ઉચ્ચ અધિકારીઓ માત્ર મિટીંગમાં વ્યસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રસ્તા રિપેર થઈ ગયાના દાવાઓ વચ્ચે કોઈ વોર્ડ માટે વોર્ડ ઓફિસર કે વોર્ડ એન્જિનિયર સહિતની જવાબદારી ફીક્સ કરાતી નહીં હોવાથી હજુ પણ અનેક માર્ગો ભંગાર છે રસ્તા હજુ રિપેર નથી કરાતા અથવા કહેવા પુરતી મરામત થયાનું પ્રતીત થયું હતુ. શહેરમાં અનેક સ્થળે મરમ્મત પછી પણ રસ્તા ભંગાર રહ્યાની ફરિયાદો ઉઠી છે. નાગરિકોને તકલીફ ન પડે તે માટે આ રોડ, રસ્તા અને પુલની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સંબંધિત વિભાગ અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
જેની અવગણના કરીને નેતા તથા પદાધિકારીઓ કરી રહ્યા છે. 15થી 20 દિવસ અગાઉ મરામત કરેલા રસ્તા પર ફરી ખાડા પડી ગયા છે. જેમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન રસ્તાના ડામરકામ થઈ ન શકે તેવી દલીલો કરીને લોકોને સતત રસ્તાનો ત્રાસ સહેવો પડે છે. મનપાના વાંકે ભંગાર રસ્તા અને પોલીસના વાંકે ટ્રાફિક સમસ્યા એ રાજકોટના માથાના દુખાવારૂપ પ્રશ્નો ઉકેલવાના નામ પર ઓફિસમાં બેઠા બેઠા ઉચ્ચ અફ્સરો વાતોના વડાં કરે છે પરંતુ, સ્થળ પર ટુ વ્હીલર પર નીકળે તો સમસ્યા કેટલી ગંભીર છે તેનો અહેસાસ થાય. ગંભીર વાત એ બહાર આવી છે કે કોઈ લત્તામાં જો લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન ન કરે તો ભંગાર રસ્તા જેવા પ્રશ્નો પર ધ્યાન જ નથી અપાતું.



