વિસાવદર ખાતેથી મુખ્યમંત્રીએ રૂ. 57.13 કરોડના વિવિધ કામોનું ઈ – ખાતમુહૂર્ત કર્યું
પ્રધાનમંત્રીએ આપેલા 7 સંકલ્પો સાથે આગળ વધવું છે: સીએમ
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં 634 કરોડના નવા કામોની જાહેરાત કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને 94 કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે.
આ તકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે સરકાર વિકાસ માટે જોઈએ એટલા નાણા આપશે. સ્થાનિક ટીમ સંકલન કરીને નવા વિકાસ કામોની પણ દરખાસ્ત મોકલી આપે મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં રૂ. 634 કરોડથી વધુના નવા કામોની જાહેરાત કરી હતી. 94 કરોડના ઇ – ખાતમુહુર્ત અને લોકાર્પણ સહિત વિકાસ કાર્યોની ભેટ આપી હતી. રાજ્યમાં થઈ રહેલા નવા વિકાસ કામોની બાબતો સહિત મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ ચરિતાર્થ થશે તેમ પણ જણાવ્યું હતું.
- Advertisement -
મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તાર માટે રોડ રસ્તા સહિતના વિકાસકામો માટે અંદાજે રૂ.634 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે રૂ. 259 કરોડ ઉપરાંત રૂ. 55 કરોડના ખર્ચે અધ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણના કામનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે બજેટમાં પાંચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે તેમાં વિસાવદરનો પણ સમાવેશ છે અને આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને તેમની કર્મભૂમિને યાદ કરતા કહ્યું કે રાજ્ય સરકારે જ્ઞાન આધારિત વિકાસ ની નીતિ હાથ ધરીને શિક્ષણ, સ્કિલ ડેવલોપમેન્ટ અને યુવાઓને રોજગારી ના નવા અવસરો પ્રાપ્ત થાય તે માટે નેમ લીધી છે અને આ કાર્યમાં સર્વાંગી વિકાસના કામો હાથ ધર્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની અગ્રતાના સંદર્ભમાં કહ્યું કે, તાજેતરમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં સરકારે રૂપિયા એક કરોડનો વધારો કર્યો છે, તેમાં રૂ.50 લાખ માત્ર પાણીના કામોમાં ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે, તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પાણીના કાર્યો માટે નાણા વાપરવાની આ ખાસ જોગવાઈથી જળ સિંચાઈના કામોથી સિંચાઈ વ્યવસ્થા મજબૂત થશે અને પાણીને બચાવવાનું કર્તવ્ય આપણે જન ભાગીદારીથી નિભાવીએ તેવો પણ અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આપણે નવ સંકલ્પને સાકાર કરીએ તેમ જણાવીને જળસંચય, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, પર્યટન સંવર્ધન, મેદસ્વિતા નિયંત્રણ, યોગ રમતગમત અને બીજાને મદદ કરવા સહયોગ સહિતની નેમ પાર પાડવા જનમેદની ને આહવાન કર્યું હતું.
વિસાવદર ચૂંટણી ઉમેદવાર અને ઇકોઝોન મુદ્દે શું કહ્યું ભુપત ભાયાણીએ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આજે જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા ત્યારે આપના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપઆ જોડાયા બાદ આજે તેમને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાય તેમાં ભાજપનો ભગવો લેહરાયો હતો અને મતદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બીજા પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું કે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોઈપણને ટિકિટ આપે સૌવ ભાજપના સેનિક છે અને ખભે ખભા મિલાવી ચૂંટણી લડશું અને આ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે અને વધુ ઇકો સેન્સેટિવ ઝોનમાં ખેડૂત સાથે છીએ અને ખેડૂતોને વધુ કોઈ મુશ્કેલી ન પડે તેવા અમારા પ્રયાસ છે.



