પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી 33મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ જુએ છે રાહ જોતા બાળકો અને પરિવારના સભ્યોના ચિત્રો વાળુ એ બેનર તો આપણે ઘણી જગ્યાએ જોયુ હશે. માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાન ચલાવવામાં આવે છે. આવુ જ એક અભિયાન માર્ગ સલામતી સપ્તાહ-2023 આજથી થી શરૂ થયું છે જે તા. 17 સુધી ચાલશે. માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. 11 થી 17 જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.