ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક સપ્તાહ 2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ગીર ગઢડા પોલીસે પણ ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ઉના ગીર ગઢડા હાઈવે પર સલામતી અને ટ્રાફિક સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે હોર્ડિંગ્સ અને બેનરો નું પ્રદર્શન કરી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો ને દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ અને સમજણ પત્રિકા આપી વાહન ચાલકો ને ફેન્સી નંબર પ્લેટ ન લગાડી ફરજિયાત આરટીઓ માન્ય નંબર પ્લેટ લગાડવા ટુ વ્હીલર ચાલકો ને હેલ્મેટ ફોરવીલરમા બ્લેક કાચ ન લગાડવા અને ફરજિયાત સીટ બેલ્ટ બાંધવા સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગીર ગઢડા ના પીએસઆઈ જે.આર. ડાંગર એએસઆઈ હરદેવસિંહ પરમાર કલ્પેશભાઈ ચોહાણ ભાવસિંહભાઈ ચોહાણ જીતેન્દ્ર ભાઇ વાઢેર પ્રિયકાન્ત ભાઈ બાંભણિયા અને ટીઆરબીના ગોપાલભાઇ જોળીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનને લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો.