ખાસ-ખબર સંવાદદાતા
આર.ડી.એન.પી. પ્લસ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રોટરી ક્લબ ઓફ રાજકોટ અને એઈડ્સ પ્રિવેન્સન ક્લબના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં આર.ડી.એન.પી. પ્લસના 20માં સ્થાપના દિવસે એચ.આઈ.વી. પ્રત્યે સંવેદના અને જાગૃતિ માટે રાજકોટ રીંગ રોડ (રેસકોર્સ) ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની શરૂઆત રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડી. વી. મહેતા તેમજ નરેન્દ્રભાઈ જીબાએ લીલીઝંડી આપી કરી હતી. આ મશાલ રેલીના આયોજનનો મુખ્ય હેતુ એચ.આઈ.વી. એઈડ્સ સાથે જીવતા લોકો માટે સક્ષમ અને સાનુકુળ વાતાવરણ ઉભું થાય, ભેદભાવ વગર સારવાર તથા સંભાળ અને દવાઓ મળે તેમજ માનવ અધિકારોના રક્ષણ વગેરે માટેનો હતો. આ રેલીને સફળ બનાવવા માટે જગદીશભાઈ પટેલ, ડી. વી. મહેતા, દિવ્યેશભાઈ, પરાગભાઈ, પરેશભાઈ બાબરીયા, અરુણભાઈ દવે, ડો. ઘનશ્યામ મહેતા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.