રાજકોટમાં ટુ-વ્હીલર વાહનો હવે 1200થી 2000 સુધી મોંઘા પડશે
ખાસ-ખબર સંવાદદાતા
મહાપાલિકાનાં કમિશનર અરોરાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં આજીવન વાહનવેરાની પધ્ધતિ મુજબ વાહનની કિંમત રૂા.1 લાખ સુધીમાં એક ટકા મુજબ તથા તેનાથી ઉપરની કિંમતમાં 2 ટકા મુજબ 19 કરોડનો આવકનો લક્ષ્યાંક નકકી રાખવામાં આવ્યો હતો જે સામે આજ સુધીમાં 14.20 કરોડની આવક નોંધાઈ છે. હવે 2022-23 માટે 15 કરોડની વધારાની આવક ઉભી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઈલેકટ્રીક વાહનો કરમુકત છે તેને હવેથી કરમાફી ગણવામાં આવશે. સ્કૂટર, બાઈક, રિક્ષા, ટેમ્પો, મિનિ ટ્રક પર એકસ શો-રૂમ પ્રાઈઝના અઢી ટકા, મોટર કાર તથા જીપમાં કિંમત મુજબ 2થી 5 ટકા, ટ્રક, મોટી બસ માટે 2 ટકા લેખે આજીવન કરનો દર નકકી કરવામાં આવ્યો છે. રાજકોટમાં પાણી, મકાન વેરા, ઘરે ઘરે કચરા એકત્રીકરણ સહિતના અન્ય તમામ દર યથાવત રાખવામાં આવ્યાનું જણાવતા કમિશનરે વધુમાં કહ્યું હતું કે, મિલકત વેરાનું એડવાન્સ પેમેન્ટ કરતા કરદાતાઓ માટે વેરા વળતર અને ડિજિટલ પેમેન્ટના પ્રોત્સાહન યથાવત રાખવામાં આવ્યા છે. ગત વર્ષે 2291 કરોડનું બજેટ રજૂ થયું હતું. જે રિવાઈઝડમાં 1885.18 કરોડ પર નાણાકીય વર્ષના અંતે રહેવાની ધારણા છે.
હાઈબ્રિડ સાયકલ પ્રોજેક્ટ માટે જોગવાઇ કરાઈ
નવા વિસ્તારમાં 42 કરોડના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે. જેમાં ઘંટેશ્વર થી માધાપર સુધી રોડ રસ્તા બનાવવા માટે 40 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રોને અપડેટ કરવામાં આવશે. ચંદ્રેશનગર ખાતે હોકર્સ ઝોન બનાવવામાં આવશે તથા 100 નવી ઉલેક્ટ્રિક બસ લાવવામાં આવશે અને હાઈબ્રિડ સાયકલ પ્રોજેક્ટ માટે જોગવાઇ કરવામાં આવી છે. હાલના પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે બાબતે ધ્યાન રાખવામાં આવ્યાનું મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું. જેમાં નવા ભળેલા ગામોમાં રોડ, પાણી, સફાઈ ની સુવિધા મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
340 કરોડનો ટેક્સ ટાર્ગેટ
આજના બજેટમાં રામનાથ મંદિર પ્રોજેક્ટ માટે પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હાલ 25 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા શરૂ છે. પણ હવે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. સફાઈની સુવિધા માટે નવા ભળેલા વિસ્તારમાં 8 નવી ટીપર વાન મુકવામાં આવશે. મુંજકા અને માધાપર માં બે નવા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. આ વર્ષનો ટેક્સ ટાર્ગેટ પણ 340 કરોડ રાખવામાં આવ્યો છે. જ્યાં 470 કરોડની જમીનની વહેચાણ કરી આવક મેળવવામાં આવશે.
નવી યોજનાઓ પર એક નજર…
- 10 નવા બાગ બગીચા બનવવામાં આવશે, જેમાં ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મોટા મૌવા વિસ્તારનો સમાવેશ કરાયો છે.
- શહેરની અંદર ઓક્સિજન પાર્ક,
- રામવનનું લોકાર્પણ
- મુંજકા અને માધાપર ખાતે 3 આરોગ્ય કેન્દ્રોનું આધુનિકરણ
- કોઠારીયા વિસ્તારમાં 24 કલાક ધમધમતું હેલ્થ સેન્ટર બનશે
- 10 નવા સ્થળે પે એન્ડ યુઝ ટોયલેટ બનશે
- રીંગરોડ 2 પાસે લોજીસ્ટીક કોરિડોર નું થશે 40 કરોડ. આ ખર્ચે નિર્માણ પ્રસ્તાવિત
- 20 નવી આંગણવાડી બિલ્ડીંગ તૈયાર થશે
- નવા વિસ્તારમાં 8 મીની ટીપર વહીકલ કુલ 21 વહીકલ કાર્યરત થશે
- વોર્ડ નં.1,3,6 અને 17માં કોમ્યુનિટી હોલનું નિર્માણ
- વોર્ડ નં.18માં ઇલેક્ટ્રિક સ્મશાન તૈયાર થશે
- 50 નવી સીએનજી બસ ખરીદવામાં આવશે
- પી.ડી. માલવિયા ફાટક પર નવો બ્રિજ
- જામનગર રોડ ઉપર બ્રિજ