ભારતના 18 શહેર અને ગુજરાતમાંથી ફક્ત રાજકોટની આ પ્રોજેકટ માટે પસંદગી
RMC, RSCDL, રાજ્ય સરકાર અને શહેરી મંત્રાલય વચ્ચે કરાર થયાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN પ્રોગ્રામ નક્કી કરવામાં આવેલ અને તેમાં ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધી પ્રોજેક્ટ રજુ કરનાર 100 સ્માર્ટ સિટી પૈકી બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા ચેલેન્જ રાઉન્ડ દ્વારા 18 શહેરોની પસંદગી કરવામાં આવેલ હતી. તેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ RISE CITIIS 2.0 પસંદગી થયેલ હતી. આ અનુસંધાનમાં તાજેતરમાં તારીખ 3, 4 અને 5મી માર્ચ 2025 દરમ્યાન જયપુર, રાજસ્થાન ખાતે યોજાયેલી એશિયા-પેસિફિક રિજિયનની 12મી રિજિયોનલ 3છ અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમમાં રાજકોટ મહાનગરપાલિકા વતી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર, CITIIS 2.0 પ્રોજેકટના સ્ટેકહોલ્ડર્સ, ગુજરાત રાજ્ય સરકાર વતી રેમ્યા મોહન, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ-એડમિનિસ્ટ્રેશન, ગુજરાતની હાજરીમાં CITIIS 2.0 પ્રોજેકટના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાને કચરા એકત્રિકરણ અને તેના કમ્પ્લીટ પ્રોસેસિંગ સહિતની પ્રક્રિયા થકી સમગ્ર કચરા વ્યવસ્થાપન પ્રણાલીને વધુ મજબૂત બનાવવા રૂ.135 કરોડની ગ્રાન્ટ મળશે.
- Advertisement -
જયપુર ખાતેની આ કોન્ફરન્સમાં કમિશનર તુષાર સુમેરાએ રાજકોટમાં હવે પછીના સમયમાં કચરા વ્યવસ્થાપન કઈ રીતે કાર્ય કરશે તે વિશે વિસ્તૃત અહેવાલ આપેલ. ઈઈંઝઈંઈંજ 2.0એ એકીકૃત કચરો વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટેની એક મુખ્ય પહેલ છે. 3છ (છયમીભય, છયીતય, છયભુભહય) ફોરમમાં ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી અને યુરોપીયન યુનિયનની મદદથી CITIIS 2.0 હેઠળ પસંદગી પામેલા 18 શહેરો માટે પ્રોજેકટના અમલીકરણ માટે કરાર કરવામાં આવ્યા હતાં.
કેન્દ્ર સરકારનો હેતુ તમામ 18 શહેરોમાં સંપૂર્ણ પ્રક્રિયા પ્રોસેસિંગ સિચ્યુરેશન એટલે કે 100% અમલીકરણ થાય તે છે, આવનારા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તે 100% પર્યાવરણને અનુરૂપ રહેશે.
આ 12 મી રિજિયોનલ ફોરમનું આયોજન સ્વચ્છ ભારત મિશન – અર્બન, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાપાનના પર્યાવરણ મંત્રાલય, ESCAP, UNCRD, UNDSDG A“¡ UNDESA અને ઞગઉઊજઅના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. જેમાં ભારત સરકાર વતી મુખ્ય મહેમાન તરીકે મનોહરલાલ ખટ્ટર (મંત્રી,આવાસ અને શહેરી બાબતો), તોખાન સાહુ (રાજ્ય મંત્રી,આવાસ અને શહેરી બાબતો), ભુપેન્દ્ર યાદવ (મંત્રી, વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય), અર્જુનરામ મેઘવાલ (કાયદો અને ન્યાય મંત્રી), ભજનલાલ શર્મા (મુખ્ય મંત્રી, રાજસ્થાન), કૈલાસ વિજયવર્ગીય (કેબિનેટ મંત્રી, મધ્ય પ્રદેશ) હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોરમનાં પ્રતિનિધિઓ સાથે ભારત પી-3 (પ્રો પ્લેનેટ પીપલ) અભિગમને અનુસરે છે અને તેની મજબૂત હિમાયત કરે છે એ બાબતનો એક વિશેષ લેખિત સંદેશ આપ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું છે કે, ભારત સર્ક્યુલર ઇકોનોમી તરફની તેની યાત્રામાં તેના અનુભવો અને શિક્ષણના આદાનપ્રદાન માટે હંમેશા તત્પર રહ્યું છે. સર્ક્યુલર અર્થતંત્રએ એક અર્થતંત્રની પ્રણાલી છે, જેમાં સંસાધનોનો વધુ સમય માટે ઉપયોગ થાય, કચરો ઓછો થાય, અને સામગ્રી ફરીથી વાપરી સકાયઆ ફોરમમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CITIIS 2.0 પ્રોજેકટ હેઠળ પસંદ પામેલા શહેરોને ઈન્દોર શહેરની જેમ સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન માટે અગ્રિમ બનાવા આહ્વાન કર્યું હતું. પસંદ થયેલા શહેરોએ આ સૂચનને આવકારી તેમના શહેરોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ અને લિવેબલ સિટી બનાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારતના ફક્ત 18 શહેરો અને ગુજરાતમાંથી ફક્ત રાજકોટ શહેરની આ પ્રોજેકટ માટે પસંદગી થઈ હતી.
આ પ્રોજેકટમાં પસંદગી થવાથી રાજકોટ શહેરને આશરે રૂ. 135 કરોડ જેટલી ગ્રાન્ટ પ્રાપ્ત થશે. તેની મદદથી પ્રોજેકટની ગાઈડલાઇન્સ અનુસાર શહેરમાંથી સોલીડ વેસ્ટના વ્યવસ્થાપન માટે અને કચરાને રિસાયકલ કરી શહેરમાં કચરાનું લઘુત્તમ ઉત્પાદન થાય તે મુજબનું આયોજન કરવામાં આવશે.
12મી રિજીઓનલ 3R અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમમાં મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ રાજકોટનું સર્ક્યુલર ઇકોનોમીનું વિઝન રજુ કર્યું હતું