બરફના પહાડ વચ્ચેથી નીકળતો લાવા, માઉન્ટ એટનામાં પાણીની જેમ વહ્યા અંગારા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અગ્નિ અને પાણી એકબીજાના દુશ્ર્મન છે, અને જ્યાં બરફ જામેલો હોય છે ત્યાં આગનો તો કોઈ પ્રશ્ર્ન જ નથી હોતો. જોકે, યુરોપના પર્વત માઉન્ટ એટના પર આવી જ અચરજ પમાડતી ઘટના જોવા મળી છે. જ્યાં બરફથી ઢંકાયેલી ટેકરીઓ આગ લાગી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ઇટાલીના સિસિલી ટાપુ પર માઉન્ટ એટના એક સક્રિય જ્વાળામુખી છે. એક વિસ્ફોટ થયો, લાવા સેંકડો ફૂટ ઊંચો ઊઠ્યો અને પછી બરફથી ઢંકાયેલી ટેકરીઓમાંથી વહેતો થયો. લાવા એટલો ગરમ અને જ્વલનશીલ હતો કે તેણે બરફ જ ઓગાળી નાખ્યો અને તેને પાણીમાં ફેરવી દીધું. આ અદ્ભુત દૃશ્ર્ય કેમેરામાં પણ કેદ થયું. ઇટાલીના સિસિલીમાં આ જ્વાળામુખીને વિશ્ર્વના સૌથી ખતરનાક જ્વાળામુખીમાંનો એક માનવામાં આવે છે. ઇટાલીના સિસિલીના માઉન્ટ એટનામાં આ જ્વાળામુખી 2026ના પહેલા દિવસે જ ફાટ્યો હતો. ધુમાડા અને લાવાએ હજુ પણ આખા વિસ્તારને બાનમાં લીધેલો છે. જ્વાળામુખીની આગના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ અનોખી અને ચમત્કારિક ઘટના જોઈને, દરેક વ્યક્તિ આશ્ર્ચર્યચકિત થઈ જાય છે કે લાલ, ઉકળતો લાવા બરફથી ઢંકાયેલી ટેકરીઓને કેવી રીતે બાળી રહ્યો છે. ઘણા લોકો કુદરતના આ ચમત્કારને પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરતા જોવા મળ્યા. આ મનમોહક ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તેમાં શિખર પરના તાજા બરફમાંથી લાવાની જેમ ચમકતા નારંગી રંગના અંગારા પડતા દેખાય છે. અંગારા સાથે રાખનો ધુમાડો પણ નીકળી રહ્યો છે. સફેદ બરફ પર લાગેલી આ આગ એક અદભુત દૃશ્ર્ય છે.
ઇટાલીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓલોજી એન્ડ વોલ્કેનોલોજી (ઈંગૠટ)એ માઉન્ટ એટનાના પૂર્વ ઢોળાવ પર તિરાડોમાંથી લાવા નીકળવા અંગે ચેતવણી જારી કરી હતી. ચેતવણીમાં જણાવાયું હતું કે જ્વાળામુખીની ટોચની આસપાસના ખાડાઓમાંથી સતત વિસ્ફોટ સાથે લાવા છૂટી રહ્યો છે, જેનાથી રાખના વાદળો આકાશમાં ફેલાઈ રહ્યા છે. જ્વાળામુખીમાંથી લાવાનો પ્રવાહ વધ્યો, પરંતુ તે મોટા વિસ્તારમાં ફેલાઈ શક્યો નહીં.



