વધતી માંગને પહોંચી વળવા ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીજકાપ શરૂ
કોલસાની વધતી માંગ સામે સપ્લાય ઓછું
- Advertisement -
અર્થતંત્રની બાબતમાં દેશ – વિદેશમાં એક પછી એક નવી મુશ્કેલીઓ સામે આવી રહી છે. દેશની અર્થવ્યવસ્થા કોરોનાને કારણે થયેલા નુકશાનને ભરપાઈ કરવા ઝઝૂમી રહી છે ત્યાં વધુ એક સંકટ સામે આવીને ઉભું થયું છે. ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં વીજ સંકટ તોળાઈ રહ્યું છે. કોલસાની અછતને કારણે આગામી સમયમાં ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 12 રાજ્યોમાં વીજ સંકટ ઉભું થયું છે. આ વાતને કેન્દ્ર સરકારે પણ સ્વીકારી છે.
કોલસાની વીજ અછત બાબતે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સિંહે જણાવ્યું છે કે, દરેક રાજ્યોમાં કોલસાની અછતના અલગ અલગ કારણો છે. પંજાબ અને યુપીમાં કોલસાની અછત નથી. આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુમાં કોલસાની અછત છે. છેલ્લાં કેટલાક દિવસોથી કોલસાની આયાતના ભાવ વધારે છે તેથી કેન્દ્ર સરકારે હવે રાજ્ય સરકારને તેમની જરૂરનો કોલસો જાતે આયાત કરવા કહ્યું છે.
દેશમાં કોલસાની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. એકાએક 9 ટકાના વધારા સાથે ઔદ્યોગિક એકમોના ઉત્પાદનમાં પણ આની અસર થશે. દેશમાં કોલસાના સ્ટોકમાં ઘટાડો થવાથી આજથી દેશમાં કોલસાનો સ્ટોક 9 દિવસ ચાલે તેટલો જ વધ્યો છે. કોલસાના સ્ટોકનું પ્રમાણ પહેલાં 14 થી 15 દિવસનું રહેતું પરંતુ ડિમાન્ડ વધતાં બચત સ્ટોકનું પ્રમાણ જળવાયું નથી.
- Advertisement -
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના 12 રાજ્યોમાં વીજ સંકટ વધતા રાજ્ય સરકાર ચિંતામાં છે. ઉત્તરપ્રદેશમાં 21 થી 22 હજાર મેગાવોટ વીજળીની માંગ છે. તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં માંગ અને સ્ટોકની વચ્ચે વધતા અંતરના કારણે વીજકાપ શરૂ થઈ ગયો છે. વીજસંકટને ટાળવા માટે અને વધતી માંગને ધ્યાનમાં રાખીને મંત્રાલયે કોલસાની આયાત વધારીને 360 લાખ ટન કરવા કહ્યું છે. જે ગયા 6 વર્ષની સરખામણીએ સૌથી વધારે છે.