- હાઈ બ્લડ પ્રેસર સહીત અનેક ગંભીર સ્વાસ્થ્ય જોખમ
યુરોપમાં ઝડપથી વધી રહેલા તાપમાન સામે યુરોપની કોઈ તૈયારી નથી ઝડપથી વધતા તાપમાનનાં કારણે યુરોપ જલવાયું સંબંધીત ખતરાનો સામનો કરી રહ્યું છે. યુરોપીય પર્યાવરણ એજન્સી (CCA)એ હાલતની સમીક્ષા કરીને સચેત કર્યા છે.
એજન્સીએ જણાવ્યું છે કે, યુરોપ આ પ્રકારના સંકટ માટે તૈયાર નથી. જંગલોમાં લાગતી આગની ઝપટમાં અહી લોકોના ઘરો આવી રહ્યા છે. સાથે સાથે હવામાનની આપતિની અસર અહીંના લોકોની આર્થિક સ્થિતિને અસર કરી રહી છે. જેને લઈને હાલનાં રિપોર્ટમાં જણાવાયું છે કે આ પ્રકારના 36 જલવાયું ખતરાનું નિરાકરણ લાવવા માટે વધુ સક્રિય થવાની જરૂર છે. નહી તો યુરોપમાં તેના ગંભીર દુષ્પરિણામને લઈને રિપોર્ટમાં એલર્ટ કરવામાં આવ્યા છે.
- Advertisement -
CCAના એકઝિકયુટીવ ડાયરેકટર લીના યીમોનોનેને કહ્યું છે-અમારૂ નવુ વિશ્લેષણ કહે છે કે, યુરોપનું જલવાયું ખતરામાં છે અને આ ખતરો આપણી તૈયારીઓની તુલનામાં ઝડપથી વધી રહ્યો છે.
સંશોધકોએ દક્ષિણી યુરોપ માટે 6 ખતરાની સમીક્ષા કરી અને 6 ક્ષેત્રોને હોટસ્પોટ જાહેર કર્યા. જે મુજબ ખેતી પાક અને લોકોની સુરક્ષા માટે તાત્કાલીક કાર્યવાહીની આવશ્યકતા છે.જો નિર્ણાયક કાર્યવાહી હાલ ન કરાઈ તો સદીના અંત સુધીમાં મોટા ભાગનાં જલવાયું ખતરા વિનાશકારી સ્તરે હશે. આ અંતિમ ચેતવણી છે.
ભારતમાં ગર્ભવતી મહિલાઓને ખતરો
જલવાયું પરિવર્તનથી ભારતમાં વધી રહેલા તાપમાન માટે સમય પહેલા ગર્ભવતી સ્ત્રીને પ્રસુતિનો ખતરો છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેસર સહીત અનેક ગંભીર સ્વાસ્થ્ય જોખમ પેદા થઈ શકે છે.ભારતમાં વર્ષ 2030 સુધીમાં વાર્ષિક તાપમાનમાં 1.7 થી 2.2 ડીગ્રીનો વધારો થવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે સરકારના સહયોગથી કેટલાંક દિવસો પહેલા થયેલા એક અધ્યયનમાં આ વાત બહાર આવી હતી.