ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
ગૌરક્ષક રાજકોટ થી સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી જૈન અગ્રણી કેતનભાઈ સંઘવી અને તેની ટીમ દ્વારા કબરાવ મોગલધામ ના (પ.પુ .‘મોગલ કુળ’ ચારણ ઋષિ સામંત બાપુ) એ કેતનભાઇ સંઘવીને ગૌમાની પ્રતિમા આપીને ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું અને બાપુએ ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે આવતા દિવસોમાં એક પણ કતલખાનું ન રહે અને ગાયોને બચાવો અને ગૌરક્ષાના ખૂબ સારા કાર્યકરો એવા ખૂબ આશીર્વાદ બાપુએ આપ્યા હતા.
- Advertisement -
અમારી ટીમનું સન્માન કર્યું. અગાઉ પણ અનેક નામી- અનામી સંસ્થાઓ દ્વારા તેમને પુરસ્કારો અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. કેતન ભાઈ સંઘવીએ એક નવો અધ્યાય શરૂ કર્યો અને પછી તે જીવદયાનું કાર્ય હોય કે સાધર્મિક ભક્તિ કે લોકોની સેવાનું કામ હોય, તેમણે નિ:સ્વાર્થ ભાવનાથી કરી બતાવ્યું છે. દરેક કાર્યમાં તેમનું યોગદાન રહ્યું છે