આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સાથે પ્રોમો લોન્ચ કર્યો છે. બુધવારે તેણે પ્રોમોનો વીડિયો ટવીટ કર્યો અને શેર કર્યો.
જેમાં પંત સાથે બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે કહેવામાં આવી રહ્યું છે -દિલ મેં એક કસક અભી બાકી હૈ, દિલ મેં એક ધડક અભી બાકી હૈ, અપને કદમો પર તો ખડા હો ગયા, અભી ઈન્ડીયા કે લીયે ખડા હોના બાકી હૈ.
- Advertisement -
વીડિયોમાં રિષભ પંત દેશને ગૌરવ, ખુશી અને આશાના બેનર હેઠળ એક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં ક્રિકેટના સૌથી મોટા ગૌરવ માટે તૈયાર છે.