‘આ મારો બીજો જન્મ છે’: એમ કહ્યું
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકિપર-બેટર ઋષભ પંત અત્યારે ક્રિકેટથી દૂર છે. પંત પાછલા વર્ષે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. અત્યારે તે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સાજો થઈ રહ્યો છે. કાર અકસ્માતે પંતની જિંદગી ઘણી બદલી નાખી છે. આ બધાની વચ્ચે તેણે સોશ્યલ મીડિયા પર એક મોટો ફેરફાર કર્યો છે.
- Advertisement -
ઋષભ પંતનો જન્મ ચાર ઑક્ટોબર-1997ના ઉત્તરાખંડના રુડકીમાં થયો હતો. પંત 30 ડિસેમ્બર-2022ના કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આવામાં તેણે હવે તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના બાયોમાં પોતાની જન્મ તારીખ બદલી નાખી છે. પંતને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સના બાયોમાં ફેરફાર કરતા બીજી જન્મતારીખ 1 જાન્યુઆરી-2023 લખી છે.
ઉલ્લેખનીય છે કે, પંતની કાર 30 ડિસેમ્બરે સવારે અંદાજે 5:30 વાગ્યે રુડકીની નારસન બૉર્ડર પર હમ્મદપુર ઝાલની નજીક રેલિંગ સાથે ટકરાઈ હતી. આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને દૂર્ઘટનામાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ તે દહેરાદૂનમાં દાખલ થયો હતો ત્યારપછી તેને એરલિફ્ટ કરીને મુંબઈ લવાયો હતો.