બે મહિલા સહિત ત્રણની ધરપકડ : સૂત્રધારની શોધખોળ
બે ગુનાના ભેદ ખુલ્યા : રિક્ષા સહિત 1.89 લાખનો મુદ્દામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મુસાફરોને બેસાડી રોકડ-દાગીના સહીતની વસ્તુ ચોરી લેતી રિક્ષા ગેંગને એલસીબીએ ઝડપી લીધી છે બે મહિલા સહિત ત્રણ શખસોને નાના મવા રોડ પરથી ઝડપી લઈ તેની પુછતાછ કરતા વૃધ્ધાની નજર ચુકવી સોનાની બંગડીની ચોરી કરી હોવાનુ બહાર આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેની પાસેથી સોનાની બંગડી, મોબાઈલ, રિક્ષા સહીત 1.89 લાખની મતા કબજે કરી સુત્રધારને પકડવા તજવીજ હાથ ધરી છે. રાજકોટના જીવરાજ પાર્ક પાસે કસ્તુરી રેસીડેન્સીમાં રહેતા શાંતિદેવી બલવંતપ્રસાદ પટેલ નામના વૃધ્ધા થોડા દિવસો પૂર્વે ઘરેથી બ્લડ પ્રેસરની દવા લેવા નિકળ્યા હતા અને મવડી બાપા સીતારામ ચોક સુધી જવા રિક્ષામાં બેઠા હતા તે રિક્ષામાં અગાઉથી બે મહિલા સહીત ત્રણ શખસો બેઠા હોય તે દરમ્યાન ધક્કા મુકકી શરૂ કરી મવડી ગામ તરફના પુલ નજીક રિક્ષા ચાલકે પંચર પડ્યું છે તેમ કહી વૃધ્ધાને ઉતારી દઈ નાસી છૂટ્યા હતા બાદમાં વૃધ્ધાએ હાથમાં રહેલી સોનાની બંગડી ગાયબ હોય પરીવારને જાણ કરી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી દરમ્યાન મુસાફરોના ખીસ્સા હળવા કરતી રિક્ષા ગેંગ નાના મવા પાસે આવી હોવાની માહીતી આધારે એલસીબી ઝોન 2 પીએસઆઈ રામદેવસિંહ ઝાલા સહિતની ટીમે શંકાસ્પદ બે મહિલા સહીત ત્રણને સકંજામાં લઇ નામઠામ પુછતા તે ત્રિકોણ બાગ પાસે ફુટપાથ પર રહેતો આરીફ ઉર્ફે ચકકી ફૈઝમહમદ શેખ, મહિલા કોલેજ ચોક પાસે ઝુપડામાં રહેતી કાન્તુ પોપટભાઈ વાઘેલા અને હોસ્પીટલ ચોક પાસે રહેતી તેજલ ઉર્ફે બાવલી દિનેશભાઈ સોલંકી હોવાનુ જણાવતા તેમની પાસેથી ચોરાઉ સોનાની બંગડી અને યુવકનો ચોરાઉ મોબાઈલ મળી આવ્યો હતો આ ટોળકીમાં તેની સાથે વધુ એક જામનગર રોડ પર 25 વારીયામાં રહેતો નામચીન નટુ દિનેશ કુવરીયા પણ સામેલ હોવાનુ જણાવતા તાલુકા પોલીસને ત્રણેયનો કબ્જો સોંપી 1.89 લાખનો મુદામાલ કબ્જે કરી સૂત્રધારને પકડ તજવીજ હાથ ધરી છે.



