– અમેરિકી રાજદૂત રહ્યા ભારતમાં
ભારતીય-અમેરિકી વકીલ રાજનાયક રિચર્ડ આર વર્માને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનએ વિદેશ મંત્રાલયમાં એક મુખ્ય રાજનૈતિક પદ માટે નિમવામાં આવ્યા છે. 54 વર્ષના 16 જાન્યુઆરી 2015થી 20 જાન્યુઆરી 2017 સુધી ભારતમાં અમેરિકાના રાજદૂતના રૂપમાં કામ કર્યુ છે. હાલમાં વર્મા માસ્ટરકાર્ડમાં મુખ્ય કાનૂની અધિકારી અને વૈશ્વિક સાર્વજનિક નીતિના પ્રમુખ છે. જયારે ઓબામા પ્રશાસન દરમ્યાન તેઓ ભઆરતમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાજદૂત અને વિધાયક કેસોના રાજ્યના સહાયક સચિવ હતા.
- Advertisement -
ભારતમાં રાજદૂત રહી ચૂક્યા છે
અમેરિકી સેનીટની તરફથી આ વાતની ખાતરી આપવામાં આવી છે કે વર્મા અમેરિકી વિદેશ મંત્રાલયમાં પ્રબંધન અને સંસોધનના ડેપ્યુટી સેક્રેટરીના રૂપમાં કામ કરશે. તેઆ આ રીતે વિદેશ વિભાગમાં ટોપ રેન્કિંગવાળા ભારતવંશી બનાવવામાં આવ્યા. રિચર્ડ વર્માએ ભારતમાં અમેરિકાના 25માં રાજદીતના રૂપમાં કામ કરશે. તેમનું નામાંકન સપ્ટેમ્બર 2014માં રાષ્ટ્રપતિ ઓબામાએ કર્યુ હતું, અને ડિસેમ્બર 2014માં અમેરિકા સેનેટમાં તેમનું નામ નક્કી થયું હતું. વર્મા ભારતમાં 4 કાંસુલેટ્સ અને અમેરિકાની સરકારની લગભગ બધી એજન્સીઓ સહિત દુનિયાના સૌથી મોટા અમેરિકી દુતાવાસનો કાર્યભાર સંભાળ્યો હતો.
વાયુસેનામાં કામ કરી ચૂક્યા છે
વ્હાઇટ હાઉસ તરફથી મળેલી માહિતી મુજબ, આ પહેલા તેઓ પોતાના કાર્યકાળમાં અમેરિકાના સીનેટર હૈરી રીડના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહ્યા હતા. સાથે જ તેઓ ડેમોક્રેટિક વ્હિપ, અલ્પસંખ્યક નેતા અને સંયુક્ત રાજ્ય અમેરિકાની સેનેટના તાત્કાલિક બહુમત નેતા હતા. તેમણે ધ એશિયા ગ્રુપના વાઇસ ચેરમેન, સ્ટેપ્ટો એન્ડ જોનસન અલઅલપીમાં પાર્ટનર અને સીનીયર કાઉન્સિલર અને અલબ્રાઇટ સ્ટોનબ્રિજ ગ્રુપમાં સીનિયર કાઉન્સિલરના રૂપમાં કામ કર્યુ છે. તેઓ અમેરિકાની વાયુ સેનામાં કામ કરી ચૂક્યા છે, જેઓ તેમણે જજ એડવોકેટના રૂપમાં સક્રિય ડ્યૂટી પર કામ કર્યુ છે.
- Advertisement -
તેમને ઘણા પુરસ્કારો અને એવોર્ડ મળેલા છે
તેમને કંઇ કેટલાય એવોર્ડ અને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા છે. તેમને રાજય વિભાગમાં સેવા પદક, કાઉન્સિલ અને ફોરેન રિલેશનથી આતંરરાષ્ટ્રીય કેસોની ફેલોશિપ અને સંયુક્ત રાજ્ય વાયુ સેનાના મેધાવી સેવા બદલ પદક મળ્યું છે. તેમણે રાષ્ટ્રપતિના ગુપ્તચર સલાહકાર બોર્ડમાં નિમણુક કરવામાં આવ્યા હતા અને તેઓ સામૂહિક વિનાશ અને આતંકવાદ આયોગના હથિયારોના પૂર્વ સભ્ય છે. તેઓ ધ ફોર્ડ ફાઉન્ડેશનના એક ટ્રસ્ટી સહિત કેટલાય બીજા બોર્ડમાં છે, જેમાં નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી અને લેહાઇ યૂનિવ્રિસટીનો પણ સમાવેશ થાય છે.
તેમણે પ્રાપ્ત કરેલી ડિગ્રીઓ
વર્માએ જોર્જ ટાઉન યૂનિવર્સિટી લો સેન્ટરમાંથી એલએલએમ, અમેરિકાની યૂનિવર્સિટીમાંથી વોશિંગ્ટન કોલેજ ઓફ લોથી લીહાઇ યૂનિવર્સિટીમાંથી બીએસની ડિગ્રી મળેલી છે.