શિયાળો આવતા જ માર્કેટમાં ખજૂરની ડિમાન્ડ અચાનક વધી જાય છે. હવે ખજૂરની આ ડિમાન્ડ હોળી સુધી રહેશે. ખજૂરમાં મળી આવતાં ઔષધીય ગુણોના કારણે ઠંડીની સિઝનમાં ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે.
ઠંડીની સિઝનમાં ખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક
- Advertisement -
ખજૂર આપણા શરીરને ગરમ રાખે છે. ખજૂરને ડાયટમાં સામેલ કરવાથી કેટલાય પ્રકારની બીમારીઓ ખતમ થઇ જાય છે. ખજૂરને ન્યુટ્રિઅન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિઅન્ટનો ખજાનો કહેવામાં આવે છે. તે સિઝનલ બીમારીઓથી બચાવે છે. ઠંડીની સિઝનમાં ખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડાયાબિટિસ કન્ટ્રોલમાં રહે છે
ઠંડીની સિઝનમાં દરેક વ્યક્તિની ગળ્યું ખાવાનું ક્રેવિંગ થતું હોય છે. આવા સંજોગોમાં ડાયાબિટિસ વધવાનો પણ ખતરો રહે છે. જો તમે રોજ એકાદ-બે ખજૂરનું સેવન કરશો તો તમારું ગળ્યાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને નુકસાન પણ નહીં થાય. ખજૂર મીઠી હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે, કેમકે તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે.
- Advertisement -
હાઇ બીપીમાં અસરકારક
ઠંડીની સિઝનમાં હાઇબીપીને કન્ટ્રોલમાં રાખવું હોય તો તમારે રોજ ખજૂર ખાવું જોઇએ. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.
કબજિયાતની સમસ્યાથી રાહત
ઠંડીમાં ઘણી વખત કબજિયાતની સમસ્યા થતી હોય છે. જો તમે પણ એવી સમસ્યાથી પરેશાન હો તો પ્રોટીન અને ફાઇબરથી ભરપુર ખજૂરનું સેવન કરો. તેનાથી તમને રાહત મળશે. રાત્રે સૂતાં પહેલાં ખજૂરને પાણીમાં મિક્સ કરો અને સવારે તેને ખાઇ લો. તેનાથી તમારું મેટાબોલિઝમ સુધરશે.
સિઝનલ રોગોમાં ફાયદાકારક
શિયાળાની સિઝનમાં તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદી, ખાંસી અને ઉધરસ જેવી સમસ્યાઓમાંથી બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને સિઝનલ બીમારીઓથી દૂર રહે છે. ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકાય છે. તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે.
હાડકાં થશે મજબૂત
વધતી જતી ઉંમર સાથે આપણાં હાડકાં નરમ પડતાં જાય છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.
સ્કિનને પણ ચમકાવશે
ખજૂરનું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ખજૂર સ્કિનના રોગોથી બચાવે છે. તેમાં એન્ટીએજિંગ ગુણો હોવાના કારણે તમારા ચહેરા પર વૃદ્ધત્વનાં નિશાન દેખાતાં નથી. જો તમે સળંગ એક મહિનો ખજૂરનું સેવન કરશો તો તમારી સ્કિન ચમકવા લાગશે.