ICAI ભવન ખાતે રાજકોટ વિકાસ સમિતિ દ્વારા
અનુભવી ફેકલ્ટી દ્વારા વિવિધ વિષયોનું ઊંડાણપૂર્વકનું પુનરાવર્તન કરાવવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ બ્રાન્ચ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીએ સ્ટુડન્ટ્સ એસોસિએશન (વિકાસા) દ્વારા સીએ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ માટે આગામી તા. 17 એપ્રિલ, 2025 થી તા. 20 એપ્રિલ, 2025 દરમિયાન આઈસીએઆઈ ભવન ખાતે એક રિવિઝનરી સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રિવિઝનરી સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સીએ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવાનો છે. અનુભવી ફેકલ્ટી દ્વારા વિવિધ વિષયોનું ઊંડાણપૂર્વકનું પુનરાવર્તન કરાવવામાં આવશે, જે વિદ્યાર્થીઓને તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત કરવામાં અને પરીક્ષામાં સારો દેખાવ કરવામાં મદદ કરશે.
આ ચાર દિવસીય સેશનમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના મહત્વના મુદ્દાઓ, પરીક્ષાની વ્યૂહરચનાઓ અને સમય વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમની મૂંઝવણો અને પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક પણ મળશે.આ રિવિઝનરી સેશનમાં ભાગ લેવા વિિંાંત://ૂૂૂ.ફિષસજ્ઞિ-ંશભફશ.જ્ઞલિ/ળયળબયતિ/રજ્ઞિવિંભજ્ઞળશક્ષલ-યદયક્ષતિં પર રજીસ્ટ્રેશન કરાવવું.