ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરી હતી. ચૂંટણીલક્ષી કામગીરીના જુદા જુદા નોડલ ઓફિસરો સાથે મળેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ આચારસંહિતાની ફરિયાદો, ઉપરાંત સંભવિત વરસાદની સ્થિતિમાં જરૂરી ક્રેઇનની વ્યવસ્થા કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટર ખાતેની જરૂરી વ્યવસ્થાઓ સહિતની બાબતની જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત ચૂંટણી સ્ટાફને મતદાન મથક ખાતે જરુરી પ્રાથમિક સુવિધા મળી રહે એ માટેની વ્યવસ્થા ,મતદાન મથકો પર દિવ્યાંગ સહિતના મતદારોને જરૂરી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, નિવાસી અધિક કલેકટર સુશ્રી કે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા, આઈએએસ પ્રતીક જૈન સહિત ચૂંટણીલક્ષી કામગીરી માટેના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વિસાવદર પેટા ચૂંટણીની સમીક્ષા બેઠક
