- આજે ઓડીશા, પશ્ચિમ બંગાળ, તથા સિકકીમમાં છુટા છવાયા વરસાદની સંભાવના : 12 અને 13 માર્ચે પંજાબ, હરીયાણા, પશ્ચિમી ઉતર પ્રદેશમાં વરસાદ થઈ શકે છે
શિયાળાની વિદાય પૂર્વે હવામાન વારંવાર કરવટ બદલતુ હોય તેમ ફરી વાતાવરણ પલટવા લાગ્યુ છે.હવામાન વિભાગ દ્વારા 10 માર્ચની સાતથી ફરી એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સનો પ્રભાવ પડવાની આગાહી કરવામાં આવી છે. 12 મી માર્ચે પર્વતીય રાજયોમાં વરસાદ તથા હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાનાં રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે પૂર્વ તરફ વધી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે આવતા બે દિવસ અરૂણાચલ પ્રદેશમાં વરસાદ થશે આજે ઓડીશા, પશ્ચિમ બંગાળ, તથા સિકકીમમાં છુટા છવાયા વરસાદની સંભાવના છે.
- Advertisement -
આવતા સપ્તાહમાં 12 અને 13 માર્ચે પંજાબ હરીયાણા, પશ્ચિમી ઉતર પ્રદેશમાં વરસાદ થઈ શકે છે. તા.9 અને 10 માર્ચે દક્ષિણી રાજસ્થાન સિવાય ઉતર પશ્ચિમ ભારતના મેદાની ભાગોમાં તેજ હવા ફુંકાવાની સંભાવના છે.