પ્રાથમિક પરીક્ષાના કોચીંગ વર્ગનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં CCDCમાં આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી-જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી, (વર્ગ-3)ની કુલ 2,389 ની જગ્યાઓ માટેની ભરતી કરવામાં આવનાર છે. આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક પરીક્ષાના કોચીંગવર્ગનું આયોજન સીસીડીસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા. 13-06-2025ને શુક્રવારથી શરૂ કરવામાં આવશે.