3 હજાર બોક્સની અવાક સાથે 1200 આસપાસ ભાવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ સહીત ગીર પંથક માંથી કેસર કેરીની અવાક યાર્ડમાં વધતી જોવા મળે છે. એક તરફ આ વર્ષે કેરીની અવાક મોડી થઇ છે. ત્યારે હવે એપ્રિલ મહિનામાં પૂર બહારમાં કેસર કેરીની અવાક વધી છે. ગત રોજ યાર્ડમાં વધુ 3 હાજર બોક્સની અવાક જોવા મળી હતી હજુ એપ્રિલના અંત સુધીમાં રોજ 8 હજાર જેટલા બોક્સની અવાક થવાનો અંદાજ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
જેમ જેમ કેસર કેરીની અવાક યાર્ડમાં વધતી જોવા મળે છે તેની સામે દિવસે દિવસે ભાવ પણ ઘટી રહ્યા છે.શરૂઆતમાં 10 કિલો કેરીના બોક્સના 2000થી વધુ હતા હવે જયારે કેરીના બોક્સની અવાક વધતા 1200 આસપાસ ભાવ બોલાય રહ્યા છે. એક તરફ કેસર કેરીના ઉત્પાદન ઓછું છે. ત્યારે આ વર્ષે કેસર કેરીની સીઝન પણ વેહલી પુરી થવાની સંભાવના છે.
કેસર કેરીની સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાફુસ અને રત્નાગીરી પણ અમદાવાદથી અવાક જોવા મળી રહી છે. જેમ જેમ ગરમી વધશે તેમ કેરી વધુ પાકશે જેના કારણે કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો દાણા પાડવાની શરૂઆત થાય તેમ કેરીને ઉતારવાનું શરુ કરે છે અને કેરીની અવાક પણ વધશે.જયારે વંથલી તાલુકામાં પણ કેસર કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. પણ વંથલી કેસર કેરી સીઝનમાં સૌથી મોડી આવે છે.