સરકારી ચોપડે મોંઘવારી ઘટી રહી હોવાનો દાવો
શાકભાજી સહિતના ખાદ્યચીજોના ભાવ ઘટી રહ્યાનો સંકેત: તો આગામી માસમાં વ્યાજદરમાં પણ વધુ કાપની શકયતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
લોકો માટે મોંઘવારી ઘટે કે ન ઘટે પણ સરકારી ચોપડામાં છુટક ફુગાવાના દરમાં વધુ ઘટાડો થશે તે નિશ્ચિત છે. ફેબ્રુઆરી માસમાં ગ્રાહક ભાવાંક એટલે કે રીટેલ-ફુગાવો 4.31%ની સપાટી જે જાન્યુઆરીમાં જોવા મળી હતી તેમાં વધુ ઘટાડો સંભવ હોવાનો સંકેત છે.
સરકારના દાવા મુજબ શાકભાજી સહિતના ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો થયો છે અને તેથી છુટક ફુગાવો 4%થી પણ નીચે જઈ શકે છે. રિઝર્વ બેન્કે ફુગાવાને નીચે રાખવા માટે જે લક્ષ્યાંક રાખ્યા છે જેમાં 4% કે તેની આસપાસનો ફુગાવો સ્વીકાર્ય હોવાનું જણાવાયુ છે.
જો ખરેખર તે સ્થિતિ સર્જાય તો એપ્રિલ માસમાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની નવી ધિરાણ સમીક્ષા બેઠકમાં તેના પર વ્યાજદરમાં ફરી ઘટાડો કરવા પર વિચારણા થઈ શકે છે.
આ આંકડો આવતીકાલ જાહેર થશે અને નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મોંઘવારી 4% રહેવાની ધારણા છે અને તેનાથી પણ નીચે જાય તો તે કામ ચલાવ વ્યવસ્થા હશે. કારણ કે ફુગાવો ઘટવા છતાં જોખમો યથાવત છે.
ખાસ કરીને અમેરિકા સાથેની ટેરીફ વોર કયા પરિણામો લાવે છે તે જોવાનું રહેશે. ક્રુડતેલના ભાવ નીચા છે તે રાહત છે પણ ડોલર સામે રૂપિયા વધુ ઘસાઈ રહ્યા છે અને હજુ આયાતો મોંઘી થાય તો ઘરેલું બજારમાં તેની અસર પડી શકે છે.
રિઝર્વ બેન્કે પાંચ વર્ષ પછી પ્રથમ વખત વ્યાજદર ઘટાડયા છે તે ફકત એક સાંકેતીક છે. આરબીઆઈને દરેક સમયે વાસ્તવિકતા પર જ જવુ પડશે. શાકભાજીના ભાવમાં ઘટાડો થયો તે સીઝનલ છે.
ઉનાળામાં શાકભાજી ફરી ઉંચા ભાવે જશે. દાવ વિ.નું ઉત્પાદન પણ હાલ કસોટી પર છે. બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસ કહે છે કે દરેક ક્ષેત્રમાં ભાવ ઘટી રહ્યા છે.
અનેક નિષ્ણાંતો ફુગાવાનો દર 3.7% જેટલો નીચો આવશે તેવુ અનુમાન દર્શાવી રહ્યા છે. શાકભાજી જે સીઝનલ હતા તેની આવક ઘટતા ફરી ભાવ ઉંચા જશે. ટમેટા-બટેટાના ભાવ નીચા છે પણ કેટલો સમય તે પ્રશ્ર્ન છે.