ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
કુવાડવા રોડ પરના વોર્ડ નં.4ના ગુરુદેવપાર્કના રહેવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી શેરીમા ગંગા એપાર્ટમેન્ટની સામે જે મહાનગરપાલિકાનો કોમન પ્લોટ આવેલો છે તે પહેલા વ્યક્તિનો કબજો હોવાથી દિવાલ હતી પરંતુ મનપાના સબંધિત વિભાગે આ દીવાલ તોડી પાડવાનું સરાહનીય કામગીરી કરી હતી.આ દીવાલ તોડી પાડ્યા બાદ આ પ્લોટમા રહેલ જાડી-જાખરા અને અતિશય ગંદકીના લીધે સાપ,જીવજોખમી જીવજંતુઓ,ઉંદરનો ત્રાસ કારણે અવારનવાર આ શેરીમા આવી ચડે છે
- Advertisement -
જેના કારણે છેલ્લા ઘણા સમયથી લોકોમા ભયનો ફફડાટ ફેલાયો છે અને બીજુ એ કે ગંભીર રોગચાળો ફેલાય રહ્યો છે.આ પ્લોટમા દીવાલ ના હોવાથી અસામાજિક તત્વો જેનો ફાયદો ઉઠાવીને ખરાબ કૃત્યો અને મહેફીલો કરતા હોવાથી અમારી સોસાયટીઓની મહિલાઓને ઘરની બહાર નીકળવુ કઠિન બને છે. તો મહાપાલિકાના સતાધિશો દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ ખાલી પ્લોટમાં સાફ-સફાઇ કરાવીને ફોલ્ડીંગ દિવાલ બનાવી આપવા રજૂઆત કરવામાં આવી હતી.