રાજકોટ : ભારતના ૭૫માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશની સાથે રાજકોટ શહેરમાં પણ તા. ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. આ સ્વાતંત્ર્ય દિને રાજકોટ સ્થિત એ. એસ. ચૌધરી હાઈસ્કુલ ખાતે સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતન ઠક્કર ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરશે. આ સ્વાતંત્ર્ય પર્વે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન પણ કરાશે.