નિર્મળસિંહ જાડેજા સહિતના 40 રોકાણકારોએ 5.91 કરોડનું રોકાણ કર્યું હતું
21 જૂલાઈએ FIR નોંધાઈ છે છતાં કોઈ કાર્યવાહી ન થતા પોલીસ કામગીરી અંગે પ્રશ્ર્નો ઊભા થયા
- Advertisement -
સમગ્ર મામલાની તપાસ ASP અથવા CID/ SBIને સોંપવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રીસેટ વેલ્થ કંપની દ્વારા લોકોને લોભામણી લાલચ આપી કરોડો રૂપિયા હડપ કરાયાના કેસમાં હજુ સુધી મુખ્ય આરોપી અને તેના મળતિયાઓની અટક ન થતાં પીડિતોએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.
નિર્મળસિંહ જાડેજા સહિત 40 જેટલા રોકાણકારોએ જણાવ્યું કે તેમણે કુલ ₹5.91 કરોડનું રોકાણ કર્યું છે, જેમાં જાડેજા પરિવારના ₹54 લાખનો પણ સમાવેશ થાય છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં તારીખ 21/07/2025એ એફ.આઈ.આર નોંધાયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં પોલીસ કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે.
પીડિતોએ સહ આરોપીઓ તરીકે 7 લોકોના નામ પણ રજૂ કર્યા છે જેમાં સંજયભાઈ રામસેવક પાસી, મકવાણા પરેશભાઈ હિતેશભાઈ, હરપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણકુમાર મહાવીરસિંહ જાડેજા, રેખાબેન માંગરોળીયા, રાઘવભાઈ કાછડીયા, અનિલભાઈ વિરાણીનો સમાવેશ થાય છે. અને આ સમગ્ર મામલાની તપાસ એ.સી.પી. અથવા સી.આઈ.ડી./સી.બી.આઈ.ને સોંપવાની માંગ કરી છે. પીડિતોના જણાવ્યા મુજબ, જીવનભરની બચત ગુમાવનાર મધ્યમવર્ગના લોકો ન્યાય માટે વ્હેલી કાર્યવાહી માંગે છે.



