અમેરિકા સહિતના દેશોના પગલે ભારતમાં પણ વ્યાજદર વધુ ઉંચા: ભાગ્યે જ વિકલ્પ હોવાનો મત
અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરમાં 75 બેઝીક પોઈન્ટનો વધારો કરાતા હવે વિશ્વના અન્ય દેશોની મધ્યસ્થ બેન્કો પણ વ્યાજદર વધારશે. વાસ્તવમાં વિશ્ર્વ મોંઘવારી- ફુગાવા સામેની લડાઈમાં જે પગલા લે છે તેનાથી મંદીને આમંત્રણ આપે છે.
- Advertisement -
હવે ભારતમાં રીઝર્વ બેન્ક તેની દ્વીમાસીક ધિરાણનીતિની સમીક્ષા કરશે. જે માટે તા.28થી30 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે અને તા.30ના રોજ રીઝર્વ બેન્ક રેપોરેટમાં 35થી40 બેઝીક પોઈન્ટનો વધારો કરી શકે છે.
આગામી સમયમાં ફુગાવો હજું કોઈ મોરચે રાહત આપી શકે તેવી સ્થિતિ નથી તેથી વ્યાજદર વધારતા તેની સીધી અસર ડિમાન્ડ પર પડશે. ફકત ભારત જ નહી વૈશ્વિક સ્થિતિ માટે અમેરિકી ફેડ દ્વારા પણ 75 બેઝીક પોઈન્ટનો જે વધારો કરાય છે તેનો બચાવ કરતા અમેરિકી ફેડ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલ એ કહ્યું કે વ્યાજદર વધારાથી મંદી આવશે તેવું કોઈ જાણતા નથી અને મંદી આવશે તો તે કેટલી ગંભીર હશે તે પણ ભાગ્યે જ કોઈ કહી શકે છે.
અમેરિકા ચાર દશકાના સૌથી ચિંતાજનક ફુગાવાનો સામનો કરી શકે છે તેથી બીજો વિકલ્પ જ નહી પણ વ્યાજદર વધારો કઈ હદ સુધી તે પ્રશ્ન હવે પુછાવા લાગ્યો છે. અમેરિકા બાદ યુરોપના અનેક દેશોએ પણ વ્યાજદર વધાર્યા છે અને હવે રીઝર્વ બેન્ક પણ તે જ માર્ગે છે. ભારતમાં ત્રણ વર્ષમાં વ્યાજદર 1.40% વધ્યા છે અને હવે તેમાં 35થી60 બેઝીક પોઈન્ટ વધારશે.
- Advertisement -
બેન્કો અગાઉથી જ સસ્તા વ્યાજદરનો સમય પાછળ છોડીને આગળ વધી રહી છે અને તેથી તહેવારોના સમયે નવી ખરીદીને મોટી બ્રેક પણ લાગી શકે છે. જયારે ફુગાવો વધતા મોંઘવારી પણ વધુ હશે.