બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે
પોલીસ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં લગભગ 105 લોકોના મોત
બાંગ્લાદેશમાં આરક્ષણને લઈને વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ચાલી રહેલો આ વિરોધ શાસક સરકાર માટે એક મોટા સંકટ તરીકે ઉભરી આવ્યો છે. સાથે જ આ આંદોલનમાં લગભગ 105 લોકોના મોત પણ થયા છે.
બાંગ્લાદેશમાં આરક્ષણને લઈને ચાલી રહેલો વિરોધ હવે સંપૂર્ણપણે હિંસક બની ગયો છે. પ્રદર્શનકારીઓ દ્વારા મોટા પાયે આગચંપી, પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ બની છે. બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી આ આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન મુખ્યત્વે સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં છે.
પરિસ્થિતિ વધુ ખરાબ બની એ માટે શુક્રવારે એટલે કે ગઈકાલે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. એવામાં હોસ્પિટલના અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં લગભગ 105 લોકોના મોત થયા છે.
- Advertisement -
વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ચાલી રહેલો આ વિરોધ શાસક સરકાર માટે એક મોટા સંકટ તરીકે ઉભરી આવ્યો છે. આ વિરોધ શેખ હસીના માટે તેમના 15 વર્ષના કાર્યકાળમાં મોટો પડકાર બની ગયો છે. શેખ હસીનાના જણાવ્યું હતું કે, “સરકારે કર્ફ્યુ લાદવાનો અને હિંસા રોકવામાં મદદ કરવા સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.” સાથે જ એમ પણ કહ્યું કે અ કર્ફ્યુ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.
અહીંના વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી અનામતની વિરુદ્ધ છે. આંકડાઓ અનુસાર, દેશમાં દર વર્ષે 3 હજાર સરકારી નોકરીઓ બહાર પડે છે જેના માટે અરજી કરનારા લોકોની સંખ્યા લગભગ 4 લાખ છે. જેમાં 30 ટકા અનામત તેમને જાય છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે.