બંધારણ બેન્ચના નિર્ણય પછી નવો નિયમ ના બનાવી શકાય : સુપ્રીમ
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે જઈ-જઝના પ્રમોશન માટે અનામતની શરતોને ઘટાડવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાજ્ય અનુસુચિત જાતિ-અનુસુચિત જનજાતિના કર્મચારીઓને પ્રમોશનમાં રિઝર્વેશન આપતા પહેલાં ક્વોન્ટેટિવ ડેટા ભેગો કરવો જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પ્રમોશનમાં અનામત પહેલાં ઉચ્ચ પદ પરના આંકડા ભેગા કરવા જરૂરી છે. તે સાથે જ કોર્ટે કહ્યું છેકે, પ્રતિનિધિત્વનું એક ચોક્કસ સમયમાં મુલ્યાંકન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સમય મર્યાદા શું હશે તે કેન્દ્ર સરકાર નક્કી કરશે. કેન્દ્ર રાજ્યો સાથે જોડાયેલા આરક્ષણ મુદ્દે 24 ફેબ્રુઆરી સુધી સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે, નાગરાજ (2006) અને જરનૈલ સિંહ (2018) કેસમાં બંધારણ બેન્ચના નિર્ણય પછી સુપ્રીમ કોર્ટ કોઈ નવો નિયમ ના બનાવી શકે.
- Advertisement -
જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિવ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચના કેસમાં સુનાવણી કરતા કહ્યું કે, અમે માનીએ છીએ કે, અમે પદના પ્રમોશનને ભરવા માટે કોઈ નિયમો નક્કી ના કરી શકીએ.