સિક્કિમના મંગન જિલ્લામાં ફસાયેલા 1,200 થી વધુ પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ સોમવારે શરૂ થવાની સંભાવના છે. ચુંગથાંગ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) કિરણ થટાલે જણાવ્યું હતું કે જો હવામાન અનુકૂળ રહેશે, તો સ્થળાંતર પ્રક્રિયા હવાઈ અથવા માર્ગ દ્વારા કરવામાં આવશે. અત્યાર સુધી હવામાનને કારણે પરિસ્થિતિ પ્રતિકૂળ હતી. તેથી પ્રવાસીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ શકી નથી.
ફસાયેલા પ્રવાસીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે
સિક્કિમ અધિકારીએ કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર ફસાયેલા પ્રવાસીઓને રહેવાની વ્યવસ્થા કરી છે. તેમને લાચુંગ શહેરની અલગ-અલગ હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ભોજન આપવામાં આવે છે. જો કોઈ પ્રવાસીઓને કોઈ અસુવિધાનો સામનો કરવો પડે તો તેમને લાચુંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
SDMએ ચુંગથાંગ BDOપીપોન લાચુંગ અને હોટલ માલિકો સાથે સ્થળાંતર પ્રક્રિયા અંગે ચર્ચા કરવા માટે બેઠક પણ બોલાવી હતી. હોટેલ માલિકોને પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સ્થળાંતર પ્રક્રિયા શરૂ ન થાય ત્યાં સુધી પ્રવાસીઓને તેમના રૂમ ખાલી કરવા ન કહે, તેમ થટાલે જણાવ્યું હતું.
સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે. કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ નદીમાં ડૂબી ગયા છે. મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થયા બાદ 1,200 થી વધુ સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ લાચુંગમાં ફસાયેલા છે. પૂર્વ સિક્કિમના ડિકચુમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા ઘરોને નુકસાન થયું છે.
દક્ષિણ સિક્કિમમાં લિંગી-પ્યોંગને જોડતો મુખ્ય માર્ગ વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. તિસ્તા નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે નદી કિનારે રહેતા લોકોમાં ગભરાટ વધી ગયો છે.
- Advertisement -
મુખ્યમંત્રીએ શુક્રવારે એક બેઠક યોજી હતી અને અધિકારીઓને પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવા અને કનેક્ટિવિટી અને રાહત પ્રયાસો પુન:સ્થાપિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં ગ્રામીણ વિકાસ વિભાગ (RDD) મંત્રી અરુણ ઉપ્રેતી, માર્ગ અને પુલ મંત્રી એન.બી. દહેલ સહિત તમામ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
100 થી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાની સંભાવના :
રાજ્ય સરકાર સિક્કિમ તંત્ર સાથે સંપર્કમાં રાજ્ય સરકાર પાસે આંડકો નથી પરંતુ જેટલા પણ ગુજરાતીઓ છે તે સૌ સલામત છે.
સિક્કિમમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હોવાથી અનેક પ્રવાસીઓ ફસાયા છે જેમાં ગુજરાતીઓ પણ છે. તેવું જાણવા મળે છે જે 100 થી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાની સંભાવના છે.