ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
પોરબંદરના માધવપુરથી નજીક આવેલ કડછમાં અતિ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. મોચાથી કડછ ગામે જતા રસ્તા પર પાણી ફરી વળ્યુ હોવાથી વાહન અવરજવર થઈ શકે તેમ નથી. ત્યારે કડછ ગામે એક યુવાનને સર્પે ડંખ માર્યો હતો.
- Advertisement -
આ બનાવની જાણ માધવપુર પી.એસ.આઈ. મોરી થતા એઓએ તાત્કાલિક સારવાર માટે યુવાનને લઇ જવાની વ્યવસ્થા કરાઈ હતી. એન ડી આર એફ ની ટીમ મારફત 5 કિમી પાણીના પ્રવાહ માંથી બોટથી રેસક્યું કરાયું હતું. માધવપુર નજીક કડછ ગામે નાગાજણ નામના યુવાનને સર્પે ડંખ મારતા પોલિસ અને ગઉછઋ ની ટીમે બોટ મારફત રેસ્ક્યું કરી મોચા ગામથી 108 મારફત તેને પોરબંદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.