બોમ્બે હોલીડે સ્પેશિયલ ટ્રેનથી વડોદરા પહોંચેલી ટ્રેનમાંથી પોલીસે એવા રહસ્યનો ખુલાસો કર્યો કે તમામ ચોંકી ઊઠ્યા! શું કામ માટે ટ્રેનના કોચોમાં છુપાવી લઈ જવાતા હતા સગીર બાળકોને ?
બોમ્બે હોલીડે સ્પેશિયલ ટ્રેન, જે 2 વાગ્યે વડોદરા સ્ટેશન પર આવી પહોંચી હતી, તેની દરેક કોચની સઘન તપાસ શરૂ કરવામાં આવી. ટ્રેનના છેલ્લાં 2-3 ડબ્બામાંથી કુલ 41 બાળકો મળ્યા હતા. તેમની ઉંમરની ચકાસણી કરતા 24 બાળકો પુખ્ત ઉંમરના હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાકીના 17 સગીર વયના હોવાનું બહાર આવ્યું. આ તમામ બાળકો અલગ અલગ જૂથમાં 2 કે 3 જણાની ટોલીઓમાં મુસાફરી કરી રહ્યા હતા. પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ કાકા કે મામા સાથે જઈ રહ્યા છે, પરંતુ તેમનો કોઇ લીડર કે માર્ગદર્શન આપતો વ્યક્તિ ત્યાં હાજર ન હતો.
પોલિસનું નિવેદન
- Advertisement -
પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ અધિક્ષકએ જણાવ્યું કે, આ બાળકો બિહાર અને મધ્યપ્રદેશના છે અને તેમની બાળ મજૂરી માટે તસ્કરી થતી હતી તેવી શક્યતા છે. હકીકત એ છે કે, બાળકોને લાલચ આપીને અન્ય રાજ્યોમાં લઈ જઈ મજૂરી કરાવવાનું મોટી રેકેટ ચલાવવામાં આવે છે. તેઓએ કહ્યું કે તપાસ ચાલુ છે અને કોણે તેમને મોકલ્યા, કોણે ટ્રાવેલ કરાવ્યું – એ તમામ મુદ્દાઓની ઊંડી તપાસ કરવામાં આવશે.
કોણે આપી માહિતી
પ્રયાસ સંસ્થાના સભ્ય હરીશ પરમાર મુજબ, મથક તરફથી તેમને માહિતી મળી હતી, જેના આધારે તેમણે RPFને જાણ કરી અને આ મોટી કાર્યવાહી થઈ. હાલ, બચાવાયેલા બાળકોને CWC સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમની સુરક્ષા તથા પુનર્વસન અંગે નિર્ણય લેવાશે. તેમના પરિવારજનોનો સંપર્ક કરી પાછા સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યુ છે કે બાળ તસ્કરી અને બાળ મજૂરી હજુ પણ આપણા સમાજમાં એક મોટી સમસ્યા છે અને તેને રોકવા માટે કડક પગલાં જરૂરી છે.