ઈન્દ્રનીલ રાજ્યગુરૂની નીલ્સ ગ્રીનવુડ સ્કીમમાં રેરાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ કાર્યવાહી કરી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બિલ્ડર ઈન્દ્રનીલ રાજ્યગુરૂને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુની નીલ્સ ગ્રીનવુડ સ્કીમમાં રેરાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ કાર્યવાહી કરી છે. સ્કીમમાં યુનિટ ધારકો પાસેથી 10 ટકા કરતા વધુ અવેજ વસૂલવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સમય મર્યાદા કરતા વધુ 2 વર્ષની માગ પણ કરવામાં આવી હતી. રેરાએ ઈન્દ્રનીલ રાજ્યગુરૂને 30 દિવસમાં દંડની રકમ જમા કરવાની સૂચના આપી છે. પૂર્વ ધારાસભ્ય અને બિલ્ડર ઇન્દ્રનીલ રાજગુરુને રેરાએ દંડ ફટકારતા તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા બાદમાં ફરી કોંગ્રેસમાં જોડાયાં હતા. તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે અઅઙ પર આકરા પ્રહાર કર્યા હતા, આમ તેમને પક્ષ પલટાને લઈ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચર્ચામા રહ્યાં હતા.