ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના છ દેશો પૈકી હવે ફક્ત બહેરીન અને સાઉદી અરેબિયામાં એન્ટી ડમ્પીંગ ડ્યુટી લાગતી હોય જે દૂર કરવા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા દિલ્હી ખાતે કોમર્સ મિનિસ્ટરને રજુઆત કરવામાં આવતા ટૂંક સમયમાં જ બંને દેશનો પ્રશ્ન હલ થાય તેવા સકારાત્મક અભિગમ સાથે પ્રત્યુત્તર મળતા સિરામિક ઉદ્યોગમાં એક નવી આશા જાગી છે. મોરબી સીરામીક ઉદ્યોગની પ્રોડક્ટ ઉપર જુન 2020 થી જીસીસીના છ દેશોમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટી લાગેલી હતી જેના કારણે મોરબી સીરામીક ઉદ્યોગને જીસીસીના દેશોમાં એક્સપોર્ટ ઉપર મોટો ફટકો પડતા જેના અનુસંધાને જીસીસીના એન્ટી ડમ્પીંગના પ્રશ્નો માટે કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજુઆતો કરવામાં આવતા કેન્દ્ર સરકારના સતત પ્રયત્નોથી હાલમાં જીસીસીના છ દેશોમાંથી ફક્ત બહેરીન અને સાઉદી અરેબીયા આ બન્ને દેશોમાં જ ડ્યુટી લાગે છે જેથી આ બંને દેશોમાં લાગતી ડ્યુટીના પ્રશ્નો માટે કોમર્સ મિનીસ્ટ્રી દ્વારા સતત થઈ રહેલ પ્રયત્નો માટે સાંસદ મોહન કુંડારીયાની આગેવાનીમાં ખાતે કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ તેમજ કોમર્સ મિનીસ્ટ્રીના અધિકારીઓ સાથે બેઠક યોજીને રજુઆત કરી હતી.
મોરબીની સિરામિક પ્રોડક્ટ પર લાગતી એન્ટી ડમ્પીંગ ડ્યુટી દૂર થવાના એંધાણ



