‘રિપબ્લિક ઓફ જિમ્નાસ્ટ’ કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આશીર્વાદરૂપ…
બદલાયેલા સમયમાં ફિટનેસનું મહત્વ વધ્યું છે અને તેનાં પ્રત્યે જાગૃતિ પણ આવી છે. આવી સ્થિતિમાં જીમ બધા ફૂલ થવા લાગ્યા છે. ખાસ કરીને કોરોના કાળમાં લોકોને હેલ્ધી બોડી અને રોગમુક્ત-સ્વસ્થ શરીરનું મહત્વ બરાબર સમજાઇ ગયું છે. બીજી તરફ સ્પોર્ટસ પ્રત્યે પણ અવેરનેસ વધી છે. બાળકોમાં અને પેરેન્ટસમાં રમત ગમત પ્રત્યે રૂચિ કેળવાઇ રહી છે. આવા સમયે રાજકોટમાં શરૂ થયેલું ‘રિપબ્લિક ઓફ જિમ્નાસ્ટ’ (જીવરાજ પાર્ક મેઇન રોડ, અંબિકા ટાઉનશીપ, નાના મવા, રાજકોટ. મો.79845 58227) હેલ્ધી-ફલેક્સિબલ બોડી બનાવવા માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ શકે તેમ છે.
આમ તો જિમ્નાસ્ટિકને દરેક રમતોની માતા કહેવામાં આવે છે. જિમ્નાસ્ટિકએ બોડીની ફ્લેકસીબીલીટ માટે ખુબ જ મહત્વનું અને બોડી ફલેકસીબલ હોય તો દરેક રમત રમવામાં મદદ મળે છે. લગભગ 10 નેશનલ લેવલની ડાઇવીંગ કોમ્પીટીશન રમ્યા પછી અને તેમાં સિલ્વર મેડાલિસ્ટ બનેલા કેયુર રાજ્યગુરૂએ રાજકોટમાં ‘રિપબ્લિક ઓફ જીમ્નાસ્ટ’ શરૂ કર્યું છે. અહીં આ સ્ટેટ લેવલના જિમનાસ્ટીક પ્લેયર બાળકોને અને મોટેરાઓને આલા દરજ્જાની તાલીમ આપે છે. તેમની સાથે જયેશ વાઢેર સિનિયર કોચ તરીકે સેવાઓ આપે છે. જિમ્નાસ્ટિક એક એવી રમત છે જેની અંદર અલગ-અલગ એકસરસાઇઝ જેવી કે બોડી બેલેન્સ, બોડી સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી, કો-ઓર્ડિનેશનનો સમાવેશ થાય છે. આ બધી કસરતો જે જિમ્નાસ્ટિકમાં સામેલ થયેલ છે તે હાથ, 5ગ, ખભા, કમર, છાતી, પેટ તથા માંસપેશીનું સાઇન્ટીફીક ડેવલપમેન્ટ કરે છે. જિમ્નાસ્ટિક શરૂ કરવા માટે ઉંમરનો કોઇ બાધ નથી તેમ છતાં 4-પ વર્ષની ઉંમરે શરૂ કરવાથી જીવન દરમિયાન મહત્તમ ફાયદો મળે છે. કારણકે નાની ઉંમરના હાડકા જોઇએ એટલા કડક ન હોવાથી તથા મસલ્સ પણ પોચા હોવાથી બોડીને ફ્લેક્સિબિલિટી ઝડપી મળે છે, જે લાંબા સમય સુધી લાભ આપે છે. ‘રિપબ્લિક ઓફ જિમ્નાસ્ટ’ પાસે ગુજરાતમાં કોઇપણ પ્રાઇવેટ એકેડમી પાસે ન હોય તેવી ડ્રાયપીટ ફેસેલીટી છે. આ સગવડ ભારતમાં પૂના સિવાય માત્ર અહીં જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટ્રેમ્પોલીયન, વોલ્ટીંગ ટેબલ, ડ્રાઇવર, રોમન રીંગ્સ, ઓપ્ટોગોન રોલર, ઇનકલાઇન મેટ, ફલોરમેટ, વોલબાર તથા રનિંગ પારકોરની આધુનિક ફેસેલીટી ધરાવતી ગુજરાતની આ એકમાત્ર એેકેડમી છે. મોટી ઉંમરની વ્યક્તિઓ કે જે ડાયાબીટીસ, બીપી કે મેદસ્વીતા જેવી તકલીફથી ત્રસ્ત હોય તેઓને પણ અહીં ખુબ જ સારી વૈજ્ઞાનીક પધ્ધતિથી એકસરસાઈઝ કરાવીને તેમનું જીવન શારિરીક રીતે સુખમય પસાર થાય તથા તેમની તકલીફમાં રાહત મળે તેવી અનોખી, વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વ્યવસ્થામાં મુખ્યત્વે સાયન્ટીફિક ફલોર એકસરસાઇઝ તથા યોગા કરાવવામાં આવે છે. સુમધુર સંગીતમય વાતારવણમાં આપના કિંમતી જીવનને એક નવો આયામ આપે છે.
સ્પોર્ટ્સ એકેડેમીની આજના યુગમાં આવશ્યકતા
વાલીઓ ફરિયાદ કરે છે કે બાળકો ઘરમાં રહીને મોબાઇલ સિવાય કોઇ જ પ્રવૃત્તિ કરતા નથી. મોબાઇલમાંથી નવરાં થાય તો તેઓ ટેલિવિઝન પર છોટા ભીમ કે ડોરેમોન જોવા બેસી જાય છે. કોઇ જ શારીરિક પ્રવૃત્તિના અભાવે બાળકો અદોદળા બની રહ્યા છે. તેમના દિમાગ ચીડિયા થઇ રહ્યા છે. નાની ઉંમરે જ આંખના નંબર આવી જવાની ઘટના સાવ સામાન્ય બની ગઇ છે. બીજી તરફ શેરી રમતો પણ સાવ બંધ થઇ ગઇ છે. આવા યુગમાં બાળકો ફિટ બને તે અત્યંત જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્યનો સીધો સંબંધ માનસિક સ્વાસ્થ્ય સાથે પણ છે. તેથી આવનારી પેઢીને ફિટ એન્ડ હિટ બનાવવી હોય તો સ્પોર્ટ્સ સિવાય આરો નથી. વર્ચ્યુઅલ દુનિયામાંથી બહાર નીકળીને બાળકો મજબૂત અને સ્વસ્થ બને તે માટે સ્પોર્ટ્સ એકેડેમી કદાચ શાળા અને કોલેજ જેટલી જરૂરી છે.