વોર્ડ નંબર 9ના રહેવાસીઓની રજૂઆત, લાતી પ્લોટમાં રસ્તા પહોળા કરવાની પણ માંગ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના વોર્ડ નંબર 9 માં આવેલ વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપી લાતી પ્લોટમાં સાંકડા રસ્તા પહોળા કરવા તેમજ પંચાસર રોડ ઉપર ખડકી દેવામાં આવેલ નોનવેજના હાટડા દૂર કરવા સ્થાનિક રહેવાસીઓ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. મોરબી શહેરના વોર્ડ નંબર નવમાં રહેતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પંચાસર રોડ ઉપર શરૂઆતમાં જ શરૂ થયેલા નોનવેજના હાટડાઓ દૂર કરવાની સાથે પંચાસર રોડ અને નાની કેનાલ રોડ ઉપર નિયમિત પણે સફાઈ કરવા તેમજ લાતી પ્લોટમાં ટ્રાફિકની અવરજવર જોતા સાંકડા રસ્તા પહોળા કરવા માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર નવના લોકોની પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે ધ્યાન આપી આ રૂટ ઉપર સીટી બસ સેવા શરૂ કરવા માંગ કરવામાં આવી છે.