તબીબની બેદરકારીથી પ્રસૂતા મહિલાનો જીવ જોખમમાં મૂકાયો હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
થાનગઢ ખાતે આવેલી માં ચામુંડા હોસ્પિટલના તબીબ દ્વારા વાગડીયા ગામના પરિવારની પુત્રવધૂને પ્રસૂતા દરમિયાન બેદરકારી દાખવી રૂપિયા પડાવવાની લાલચે કલાકો સુધી હેરાન થયા બાદ અંતે તબીબે હાથ અધ્ધર કરતા અન્ય હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર શરૂ કરતા મહિલાનો પેશાબ બંધ થઈ ગયો હતો અને ખૂબ જ નાજુક સ્થિતિ ઊભી થઈ હતી જોકે અન્ય હોસ્પિટલમાં સારવાર બાદ મહિલાને આશરે 48 કલાક જેટલા સમય સુધી હેરાન થવું પડ્યું હતું પરંતુ આ બાબતને લઈ પ્રસૂતા મહિલાના પરીવારજનો દ્વારા થાનગઢની ચામુંડા હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કરી પોલીસ મથકે ફરિયાદ પણ આપી હતી. જોકે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવાના લીધે પરિવારજનો હવે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ન્યાય માટે રજૂઆત કરી છે અને ચામુંડા હોસ્પિટલના તબીબ ડો. રાજેશ ઝાલા વિરૂદ્ધ બેદરકારી દાખવવા બદલ ગુન્હો નોંધવા માટે માંગ કરી છે.