ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને ધારદાર રજૂઆત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્યમાં ગત ચોમાસે પડેલા વરસાદને લીધે થયેલ પાક નુકશાની અંગે રાજ્ય સરકારે સર્વે કામગીરી હાથ ધરવા માટે આદેશ કરાઈ હતી જે બાદ સર્વેની કામગીરી તો હાથ ધરાઇ પરંતુ કેટલાક ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યા વગર ઘરબેઠા સર્વે કામગીરી આદરી હોવાના આક્ષેપ કરાયા હતા જે અંગે કેટલાક ગામોના ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળ્યું નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કઈક આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવ થતાં ખેડૂતો ગઈ કાલે ગુરુવારે જિલ્લા ખેતીવાડી અધિકારી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા પણ ઉપસ્થિત રહ્યા હતા
- Advertisement -
જેઓ દ્વારા જણાવાયું હતું કે રાજ્ય સરકારની પાક નુકશાની અંગે સર્વેની કામગીરીમાં ગોલમાલ જોવા મળ્યો છે નિયમો મુજબ એક પણ સર્વેના સ્થળે પંચરોજ કામ કરવામાં આવ્યું નથી સાથે જસ્થનિક આગેવાનોની ગેરહાજરી, કેટલાક ગામોને સર્વેથી બાકાત રાખવા સહિતનું ઉલંઘન કરાયું હોવાની ધારદાર રજુઆત કરાઇ હતી. ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા.