આ હુમલાનો એક વીડિયો ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે શેર કર્યો હતો, જેમણે તેને કેપ્શન આપ્યું હતું કે “પીડાદાયક પ્રહાર શરૂ થઈ ગયા છે”.
ઈરાન પછી, હવે ઈઝરાયલે સીરિયા સામે યુદ્ધ જાહેર કર્યું છે. ઈઝરાયલી સેનાએ બુધવારે (16 જુલાઈ 2025) સીરિયાની રાજધાની દમાસ્કસમાં સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય અને રાષ્ટ્રપતિ મહેલ નજીક ડ્રોન હુમલા કર્યા.
- Advertisement -
આ હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે નજીકની ઇમારતમાં એક ટીવી એન્કર લાઈવ પ્રસારણ કરી રહી હતી. તે જ સમયે, એક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે તે ડરી ગઈ અને સ્ટુડીયોમાંથી ભાગી ગઈ હતી. ઈઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે ડ પર આ વીડિયો શેર કરીને હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે દમાસ્કસમાં સીરિયન લશ્કરી મુખ્યાલયના પ્રવેશદ્વારને નિશાન બનાવવામાં આવ્યો છે. સીરિયન સૈન્યને સુવૈદાથી પીછેહઠ કરવાની ચેતવણી આપ્યા બાદ ઈઝરાયલી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈઝરાયલી સંરક્ષણ પ્રધાને કહ્યું, હવે અમારી ચેતવણીઓ પૂરી થઈ ગઈ છે. હવે અમે દમાસ્કસમાં પીડાદાયક હુમલો કરીશું. ઇઝરાયલી સંરક્ષણ દળ સુવૈદામાં બળપૂર્વક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે, IDF સીરિયન સુરક્ષા દળો પર હુમલો કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તેઓ તેમના પ્રદેશમાંથી પાછા ન હટે. જો આ કરવામાં નહીં આવે, તો ટૂંક સમયમાં વધુ ઘાતક હુમલા કરવામાં આવશે.