RBIએ વ્યાજદર 5.25% પર રાખ્યો: 2025માં ચાર વખતમાં 1.25%નો ઘટાડો કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.06
- Advertisement -
આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો ઊખઈં પણ વધશે નહીં. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 6 ફેબ્રુઆરીના રોજ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે છઇઈંએ ડિસેમ્બરમાં વ્યાજદર 0.25% ઘટાડીને 5.25% કર્યા હતા. છઇઈં જે દરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. જ્યારે છઇઈં રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે.
નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2025માં વ્યાજદરોને 6.5%થી ઘટાડીને 6.25% કર્યા હતા. મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો. બીજીવાર એપ્રિલમાં થયેલી મિટિંગમાં પણ વ્યાજદર 0.25% ઘટાડવામાં આવ્યો. જૂનમાં ત્રીજીવાર છઇઈં દ્વારા દરોમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં 0.25%ના ઘટાડા પછી વ્યાજદરો 5.25% પર આવી ગયા હતા.
ઋઢ26માં મોંઘવારી દર 2.1% રહી શકે છે
છઇઈંના મતે, મોંઘવારી અંગે સ્થિતિ હાલમાં રાહતભરી રહી છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026 માટે રિટેલ મોંઘવારી 2.1% રહેવાનો અંદાજ છે.
નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા (ચ1)માં મોંઘવારી દર 4% રહેવાનો અંદાજ છે.
બીજા ત્રિમાસિક ગાળા (ચ2)માં મોંઘવારી દર 4.2% રહેવાની ધારણા છે.
નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળા (ચ4) માટે, એ 3.2% રહેવાનો અંદાજ છે.
આ આંકડા દર્શાવે છે કે ટૂંકા ગાળામાં ભાવમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ એકંદર ફુગાવો છઇઈંની નિર્ધારિત મર્યાદામાં રહેશે.
મલ્હોત્રાએ એ વાત પર ભાર મૂક્યો કે મોંઘવારીનું દબાણ હાલમાં ઓછું છે. ફક્ત કીમતી ધાતુઓ પર જ થોડી અસર જોવા મળી રહી છે, કારણ કે એના વૈશ્ર્વિક ભાવ અસ્થિર રહે છે. મોટાભાગની અન્ય ચીજવસ્તુઓના ભાવ કાબૂમાં છે.
ભવિષ્યની યોજના અંગે તેમણે કહ્યું હતું કે છઇઈં એપ્રિલમાં તેના આગામી પોલિસી સ્ટેટમેન્ટમાં તેના સંપૂર્ણ વર્ષના ઈઙઈં મોંઘવારી દરનો અંદાજ રજૂ કરશે, ત્યાં સુધી નવી સિરીઝમાંથી વધુ ડેટા પણ મળી થશે.
નોંધનીય છે કે, છઇઈં જે વ્યાજદરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકને ઓછા વ્યાજદરે લોન મળશે. બેંકોને લોન સસ્તી મળે છે, તો તેઓ ઘણીવાર એનો ફાયદો ગ્રાહકોને આપે છે, એટલે કે બેંકો પણ તેમના વ્યાજદરો ઘટાડે છે.



