વર્ગ-2ના તમામ તબીબી અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2 ના 266 તબીબી અધિકારીઓની સામૂહિક બદલીના હુકમો થતા આજે આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
- Advertisement -
266 તબીબી અધિકારીઓની બદલી થઈ છે તેમાં રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી તાલુકાના નારણકા, પડધરી તાલુકાના સાલપીપળીયા, જસદણના કનેસરા, જામકંડોરણાના રાયડી, જેતપુરના બોરડી સમઢીયાળા, ધોરાજીના પાટણ, લોધિકાના ખીરસરા,વિંછીયાના મોઢુકા અને રાજકોટના સાપર ગામના તબીબી અધિકારીઓની પણ બદલી
થઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચિવ વનરાજસિંહ પઢારિયાએ ગઈકાલે મોડી સાંજે આ હુકમો કર્યા છે અને તેમાં 78 ની સ્વવિનંતીથી અને 188 ની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.
જેમની બદલી સ્વવિનંતીથી કરવામાં આવી છે તેમને જોઇનિંગ પિરિયડ કે ભથ્થું નહીં મળે પરંતુ બાકીના અને તે ચૂકવવામાં આવશે