માર્ગ મકાન વિભાગ દ્વારા પાણી ઓસરતાં જ કામગીરી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
રાજ્યમાં રવિવારે શરૂ થયેલા અતિ ભરે વરસાદના લીધે અનેક નદી તળાવો ઓવરફ્લો થયા હતા જેના લીધે કેટલીક નદીના વચ્ચે આવતા જાહેર માર્ગ પર પાણીના વહેણમાં ધોવાયા હતા ત્યારે ધ્રાંગધ્રા – સરા ગામને જોડતા માર્ગ વચ્ચે આવતી નદી ઓવર ફલો થવાના લીધે અહી બનેલા ક્રોઝવે પરથી પાણી જતું હતું જેના લીધે કોઝવે ધોવાયો હતો ત્યારે છેલ્લા ચાર દિવસથી વરસાદના વિરામ બાદ હવે પાણી ઓસરતા તંત્ર દ્વારા ક્રોઝવે સમારકામની કામગીરી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા માર્ગ મકાન વિભાગના તાબામાં આવતા આ ક્રોઝવે પર તાબડતોબ કામગીરી હાથ ધરી માર્ગનું સમારકામ શરૂ કર્યું હતું જ્યારે મૂળી અને ધ્રાંગધ્રા તાલુકાને જોડતા આ રોડ પર દરરોજ અનેક વાહનો પસાર થાય છે જેથી માર્ગ પર તાત્કાલિક સમારકામ હાથ ધરવું અત્યંત જરૂરી હોવાના લીધે કામગીરી હાથ ધરી હતી.